તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th June 2024
મફત રાશન ફક્ત તેમને જ આપવું જોઈએ જેમણે મતદાન કર્યું : ભાજપ નેતાનો પીએમ મોદીને પત્ર
પત્રમાં ભાજપ નેતા અર્જુન ગુપ્તાએ લખ્યું કે ઓછા મતદાનથી કાર્યકરો નિરાશ થયા છે તેથી મફત રાશન આપવાનું બંધ કરવું જોઈએ

મહારાષ્ટ્રના એક નેતાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. જેમાં દેશમાં મફત રાશન યોજના બંધ કરવાની માંગ કરવામાં આવી છે. આ નેતાએ પીએમને કહ્યું છે કે તમારા નેતૃત્વમાં ભારત વિશ્વ નેતા બનવાની તૈયારી કરી રહ્યું છે. આમ છતાં આવા મતદાનથી અમારા જેવા કાર્યકરો નિરાશ થયા છે તેથી મફત રાશન આપવાનું બંધ કરવું જોઈએ.
પીએમ મોદી વિશે લખનાર નેતાનું નામ અર્જુન ગુપ્તા છે. તેઓ ઉત્તર ભારતીય મોરચા મહારાષ્ટ્રના ઉપાધ્યક્ષ છે. પીએમ મોદીને મોકલવામાં આવેલા પત્રમાં તેમણે લખ્યું છે કે, તમારા નેતૃત્વમાં ભારત વિશ્વ લીડર બનવાની તૈયારી કરી રહ્યું છે. છેલ્લા 60 વર્ષથી કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ માત્ર મત ખાતર લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે.
અર્જુન આગળ લખે છે કે, તમારા (નરેન્દ્ર મોદી)ના દસ વર્ષના કાર્યકાળમાં ભારતના વિકાસની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આમ છતાં આવા મતદાનથી અમારા જેવા કાર્યકરો નિરાશ થયો છે. તેથી મફત રાશન બંધ કરવું જોઈએ..
તેમણે કહ્યું છે કે, જો રાશન આપવામાં આવે છે તો તેમને જ આપવામાં આવે છે જેમણે મતદાન કર્યું છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, સમાજવાદી પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય. પત્રમાં અર્જુને પીએમને કહ્યું છે કે, મને માત્ર આશા નથી પરંતુ મને વિશ્વાસ છે કે તમે મારા પત્ર પર ખાસ દયા કરશો.

(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
