<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

ફિચે આપ્‍યા ગુડ ન્‍યુઝ : ૨૦૨૪-૨૫ માટે ભારતનું ગ્રોથ અનુમાન વધારી ૭.૨% કર્યું

૨૦૨૫-૨૬ માટે ૬.૫ ટકા તથા ૨૦૨૬-૨૭ માટે ૬.૨% રહેશે

નવી દિલ્‍હી તા. ૧૮ : ફિચ રેટિંગ્‍સે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતના વિકાસ દરના અંદાજને વધારીને ૭.૨ ટકા કર્યો છે. આ વર્ષે માર્ચમાં ફિચ રેટિંગ્‍સે તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્‍યો હતો. રેટિંગ એજન્‍સીએ ઉપભોક્‍તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને અંદાજ સુધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ માટે અનુક્રમે ૬.૫ ટકા અને ૬.૨ ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્‍યો છે.ફિચે તેના ગ્‍લોબલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં કહ્યું, ‘અમારૂં અનુમાન છે કે ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મજબૂત ૭.૨ ટકા વૃદ્ધિ કરશે.' ફિચનો અંદાજ આરબીઆઈના અંદાજને અનુરૂપ છે. ભારતીય રિઝર્વ બેંકએ આ મહિનાની શરૂઆતમાં અનુમાન લગાવ્‍યું હતું કે ગ્રામીણ માંગમાં સુધારો અને ફુગાવામાં મધ્‍યસ્‍થતાના આધારે ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં ૭.૨ ટકાના દરે વૃદ્ધિ કરશે.

ફિચ રેટિંગ્‍સે ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ભારતના વિકાસ દરના અંદાજને વધારીને ૭.૨ ટકા કર્યો છે. આ વર્ષે માર્ચમાં ફિચ રેટિંગ્‍સે તે સાત ટકા રહેવાનો અંદાજ મૂક્‍યો હતો. રેટિંગ એજન્‍સીએ ઉપભોક્‍તા ખર્ચમાં સુધારો અને રોકાણમાં વધારાને ટાંકીને અંદાજ સુધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ માટે અનુક્રમે ૬.૫ ટકા અને ૬.૨ ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્‍યો છે.

(3:47 PM IST)