તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 17th June 2024
દુનિયાનાં કયા ૧૦ શહેરોમાં ઘર ખરીદવાનું અને રહેવાનું સૌથી મોંઘું છે
તાજેતરમાં સૌથી મોંઘાં શહેરોની યાદી બહાર પડી છે એમાં સૌથી વધુ અમેરિકાનાં શહેરો છે

નવી દિલ્હી, તા.૧૭: ‘મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે' એ કહેવત પણ બહુ ફિક્કી લાગશે જ્યારે આપણે પોસાઈ ન શકે એવાં વિશ્વનાં સૌથી મોઘાં શહેરોની યાદી જોઈશું. તાજેતરમાં સૌથી મોંઘાં શહેરોની યાદી બહાર પડી છે એમાં સૌથી વધુ અમેરિકાનાં શહેરો છે. જોકે એ પછી પણ સૌથી મોંઘું શહેર છે હોંગકોંગ આ શહેરોમાં ઘર ખરીદવાનું અને રહેવાનું બન્ને મોંઘું છે. ધ ઍન્યુઅલ ડેમોગ્રાફિક ઇન્ટરનૅશનલ હાઉસિંગ અફૉર્ડેબિલિટી રિપોર્ટ દ્વારા છેલ્લા બે દાયકાથી વિશ્વભરનાં શહેરોમાં હાઉસિંગની કિંમતનો અભ્યાસ થઈ રહ્યો છે. તાજેતરમાં જે રિપોર્ટ બહાર પડ્યો છે એમાં મુખ્ય આઠ દેશો ઓસ્ટ્રેલિયા, કૅનેડા, ચીન, આયરલેન્ડ, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનાં ૯૪ મોટાં શહેરોનો ૨૦૨૩ના ત્રીજા ક્વૉર્ટરના ડેટાનો આધાર લેવાયો છે. આ ડેટામાં ઇમ્પોસિબલી અફૉર્ડેબલની ટૉપ ૧૦ની યાદીમાં હોંગકોંગ સૌથી મોખરે છે. એ પછી ક્રમશઃ સિડની, વનકુવર, સેન જોઝ, લૉસ ઍન્જલસ, હોનોલુલુ, મેલબર્ન, સૅન ફ્રાન્સિસ્કો, એડીલેડ અને સેન ડીએગોનો સમાવેશ છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
