<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

ઓડિશાના સીએમ મોહન માઝીની કેબિનેટમાં કોને કયું મંત્રાલય મળ્યું? જુઓ સંપૂર્ણ યાદી

મુખ્યમંત્રીએ ગૃહ, નાણા અને અન્ય ઘણા વિભાગો પોતાની પાસે રાખ્યા:ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહ દેવને કૃષિ અને ખેડૂત સશક્તિકરણ અને ઉર્જા વિભાગનો હવાલો મળ્યો

ઓડિશાના નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તેમના મંત્રી પરિષદના સભ્યોમાં પોર્ટફોલિયોની ફાળવણી કરી. મુખ્યમંત્રીએ ગૃહ, નાણા અને અન્ય ઘણા વિભાગો પોતાની પાસે રાખ્યા છે.

 જ્યારે ડેપ્યુટી સીએમ કનક વર્ધન સિંહ દેવને કૃષિ અને ખેડૂત સશક્તિકરણ અને ઉર્જા વિભાગનો હવાલો મળ્યો છે. જ્યારે બીજા ડેપ્યુટી સીએમ પ્રવતિ પરિદાને મહિલા અને બાળ વિકાસ, મિશન શક્તિ અને પ્રવાસન વિભાગો સોંપવામાં આવ્યા છે.

 બીજેપી નેતા મોહન ચરણ માઝીએ 12 જૂને રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જો કે, અન્ય વિભાગો જે મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખ્યા છે તેમાં સામાન્ય વહીવટ અને જાહેર ફરિયાદ, માહિતી અને જનસંપર્ક, જળ સંસાધનનો સમાવેશ થાય છે.

આ સિવાય બીજેપીના વરિષ્ઠ નેતા સુરેશ પૂજારીને રેવન્યુ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ જ્યારે ખેડૂત નેતા રબી નારાયણ નાઈકને ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને પીવાના પાણી વિભાગ આપવામાં આવ્યા છે.


 

(12:37 AM IST)