News of Saturday, 15th June 2024
અમેરિકામાં ભારતીય જ્વેલરી ધંધાર્થીઓમાં ભયનો માહોલ : અત્યાર સુધીમાં ત્રણ હાઈ-પ્રોફાઈલ લૂંટ: 5 આરોપીની ધરપકડ
કેલિફોર્નિયાના શહેર સનીવેલમાં ઓછામાં ઓછી ત્રણ આવી હાઈ-પ્રોફાઈલ લૂંટ: સિલિકોન વેલીના અધિકારીઓએ ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો અને નેતાઓ સાથે બેઠક યોજી

વોશિંગ્ટન. અમેરિકામાં નેવાર્કથી સનીવેલ સુધી ભારતીય જ્વેલરી બિઝનેસને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લૂંટના અનેક કિસ્સાઓ સતત નોંધાયા છે. જેના કારણે કરોડો ડોલરની સંપત્તિને નુકસાન થયું છે.
વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. કેલિફોર્નિયાના શહેર સનીવેલમાં ઓછામાં ઓછી ત્રણ આવી હાઈ-પ્રોફાઈલ લૂંટ થઈ છે. લૂંટને ધ્યાનમાં રાખીને સિલિકોન વેલીના અધિકારીઓએ ભારતીય-અમેરિકન સમુદાયના સભ્યો અને નેતાઓ સાથે બેઠક યોજી છે. તેમણે ગુનેગારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.
આ બેઠકમાં સનીવેલ શહેરના મેયર લેરી ક્લેઈન, પોલીસ ચીફ ફાન ગો, વચગાળાના સિટી મેનેજર ટિમ કિર્બી ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી છે. તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં વધુ ધરપકડો થઈ શકે છે. પોલીસ વડા ફાન ગોએ ભવિષ્યની ઘટનાઓને રોકવામાં મદદ કરવા વ્યવસાયો સાથે મહત્વપૂર્ણ સલામતી અને નિવારણ પગલાં શેર કર્યા છે.
પોલીસે ભારતીયોને પણ ખાતરી આપી છે કે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સુરક્ષા વધારવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવશે. અમેરિકન-ભારતીય સમુદાય સાથે સંકળાયેલા અજય જૈન ભુટોરિયાએ જણાવ્યું હતું કે તેમની સુરક્ષા માટે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે તે જાણીને વેપારીઓને રાહત થઈ છે.
(11:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
