<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ ; ફ્લોરિડામાં એક પણ મેચ થઈ શકી નથી

ભીના આઉટફિલ્ડને કારણે ટોસ થઈ શક્યો ન હતો અને મેચ પડતી મૂકવી પડી; અમ્પાયરોએ બે વખત નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો

ભારત અને કેનેડા વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ, ફ્લોરિડામાં એક પણ મેચ થઈ શકી નથી ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની છેલ્લી લીગ સ્ટેજની મેચ ફ્લોરિડામાં કેનેડા સામે થવાની હતી. ભીના આઉટફિલ્ડને કારણે ટોસ થઈ શક્યો ન હતો અને મેચ પડતી મૂકવી પડી હતી.

   ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને કેનેડાની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. અમ્પાયરોએ બે વખત નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદના કારણે આ મેદાન પર સતત ત્રીજી મેચ રમાઈ શકતી નથી. ફ્લોરિડામાં વરસાદને કારણે આ મેચની ટોસ થઈ શકી ન હતી. ફ્લોરિડામાં છેલ્લા એક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની બીજી મેચ રદ્દ કરવામાં આવી છે. ભારત-સ્કોટલેન્ડ પણ 2007માં રદ કરવામાં આવ્યું હતું.

 

(9:50 PM IST)