તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેનથી હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, અયોધ્યા ધામ અને પ્રયાગરાજની યાત્રાનો મળશે લાભ : જાણો સમગ્ર પેકેજ ની માહિતી
ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન મારફતે 8 દિવસ અને 7 રાતના પેકેજમાં કન્ફોર્ટ અને સ્ટાન્ડર્ડમાં વિભાજીત કરવામાં આવેલ છે

નવી દિલ્હી : IRCTC દેશના વિવિધ ભાગોમાંથી એક સ્પેશિયલ ધાર્મિક ટૂર પેકેજ રજૂ કરવા જઈ રહી છે. 'અયોધ્યા ધામ યાત્રા'ટૂર અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ સંપૂર્ણ ટૂર ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન મારફતે યોજવામાં આવશે. આ પેકેજ 8 દિવસ અને 7 રાત છે. તેમાં તમારે પઠાણટોકથી હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, અયોધ્યા ધામ અને પ્રયાગરાજની યાત્રાનો સમાવેશ થાય છે.
આ ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન મારફતે તમને પઠાણકોટ, જાલંધર, લુધિયાણા, ચંડીગઢ, અંબાલા કેટ, કુરુક્ષેત્ર, કરનાલ અને પાનીપત અને દિલ્હીથી ટ્રેન બોર્ડિંગ તથા ડીબોર્ડિંગની સુવિધા મળશે. આ સંપૂર્ણ પેકેજને કન્ફોર્ટ અને સ્ટાન્ડર્ડમાં વિભાજીત કરવામાં આવેલ છે. આ પેકેજમાં તમારે રૂપિયા 16,670થી લઈ રૂપિયા 22,240 પ્રતિ વ્યક્તિ હિસાબથી ચાર્જીસ ચૂકવવાના રહેશે.
આ પેકેજમાં હરિદ્વાર, ઋષિકેશ, વારાણસી, અયોધ્યા ધામ અને પ્રયાગરાજના પ્રસિદ્ધ ધાર્મિક સ્થળોના દર્શનનો સમાવેશ થાય છે. આ યાત્રાનો 5 જુલાઈ,2024થી લાભ લઈ શકાય છે. પેકેજમાં તમારે ટ્રેનની સાથે તમામ સ્થળો પર શુદ્ધ શાકાહારી ભોજનની સુવિધા મળે છે. પેકેજમાં રહેવા માટે સૌને માટે એસી અને નોન એસી રુમ્સની સુવિધા મળશે. યાત્રાને ટ્રાવેલ ઈન્સ્યોરન્સ અને ટ્રેનમાં સિક્યુરિટીનો સમાવેશ થાય છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
