<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

નૂંહમાં પશુ તસ્કરોનો આતંક: પીકઅપ વાહનનો પીછો કરતા ગૌરક્ષકને પેટમાં ગોળી મારી હત્યા

નૂંહ જિલ્લામાં મહૂ-ચોપતા ગામ નજીક ગૌરક્ષકને પશુ તસ્કરોએ ગોળી મારી દીધી

હરિયાણાના નૂંહ જિલ્લામાં મહૂ-ચોપતા ગામ નજીક એક ગૌરક્ષકને પશુ તસ્કરો એ ગોળી મારી દીધી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે આ પીડિત વ્યક્તિની ઓળખ સોનૂ સરપંચ તરીકે કરવામાં આવી છે. તેને ફરીદાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જ્યાંથી તેમને ગુરુગ્રામના મેદાંતા મેડિસિટી ખાતે વધુ સારવાર માટે મોકલવામાં આવેલ છે.

નૂંહના પોલીસ આપેલી માહિતી પ્રમાણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ પર જ્યારે ગાયોની તસ્કરી કરીને ભાગી રહેલા એક વાહનનો ગૌરક્ષકો જ્યારે પીછો કરી રહ્યા હતા ત્યારે તેમની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને મેદાંતામાં સોનૂની સારવાર કરવામાં આવી રહી છે.

અન્ય એક ગૌરક્ષકે માહિતી આપી હતી કે વહેલી સવારે પાંચ વાગે જ્યારે 7 જેટલા ગૌરક્ષની ટીમ પશુ તસ્કરોની પિકઅપ વાનનો પિછો કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી. તસ્કરોનું વાહન મહૂ-ચોપતા ગામ નજીક માર્ગ પર પલટી ગયું હતું. ત્યારબાદ તેઓ ભાગવા લાગ્યા હતા, જે પૈકી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે જ્યારે સોનુએ એક પશુ તસ્કરને પકડ્યો તો અન્ય એક તસ્કરે તેની ઉપર ફાયરિંગ કર્યું હતું. તેને પેટના ભાગમાં ગોળી લાગી છે અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગૌરક્ષકો તેમને લાઈશન્સવાળા હથિયારોની ફાળવણી કરવા માંગ કરી છે, જેથી ગાયો સહિત પશુઓની તસ્કરીને અટકાવી શકાય.

(8:13 PM IST)