તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
વિપક્ષ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરશે; સ્પીકરની ચૂંટણીની જાહેરાત બાદ વિપક્ષ પતા ખોલશે
વિપક્ષને ડેપ્યુટી સ્પીકરની પોસ્ટ નહીં મળે તો સ્પીકરની ચૂંટણીમાં ઉમેદવાર ઉભો રાખવાની વ્યુહ રચના

નવી દિલ્હી:લોકસભામાં સંખ્યા વધવાથી ઉત્સાહિત વિપક્ષ આ વખતે ડેપ્યુટી સ્પીકર પદની માંગ કરશે. જો સત્તાધારી પક્ષ વિપક્ષની માંગ સાથે સહમત ન થાય તો વિપક્ષ પણ લોકસભા અધ્યક્ષ પદ માટે ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. વિપક્ષ સાથે જોડાયેલા સૂત્રોએ આ સંકેત આપ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષ ઇચ્છે છે કે આ વખતે સંસદીય પરંપરાનું સન્માન કરીને સરકાર ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષને આપે. હાલમાં વિપક્ષો લોકસભા અધ્યક્ષ પદ માટે એનડીએના ઉમેદવારની રાહ જોઈ રહ્યા છે. જો કોઈ સર્વસંમતિ ન બને તો વિપક્ષ પોતાની રણનીતિ નક્કી કરશે. જો વિપક્ષ ઉમેદવાર ઉભા કરશે તો અઢારમી લોકસભાના પ્રારંભિક સત્રમાં સરકાર અને વિપક્ષ વચ્ચે સંઘર્ષ શરૂ થશે. વિપક્ષના ઉમેદવારના કિસ્સામાં, શાસક પક્ષે પણ ગૃહમાં તેની સંખ્યાત્મક તાકાત દર્શાવવી પડશે
. સૂત્રોએ જણાવ્યું કે સરકાર લોકસભા સ્પીકરનું પદ પોતાની પાસે રાખવા માંગે છે, જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ સાથી પક્ષમાંથી એકને આપવાનો વિકલ્પ પણ છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
