<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 15th June 2024

નોઈડા સેક્ટર 67ની બે ફેક્ટરીમાં આગને કારણે ગભરાટનો માહોલ : લોકોને શ્વાસ લેવામાં થઈ રહી છે તકલીફ : ગાઝિયાબાદમાં પણ એક ફેક્ટ્રીમાં ભીષણ આગ લાગી : જુઓ વિડીયો

નોઈડાના સેક્ટર 67માં એક જગ્યાએ આવેલી બે કંપનીઓમાં આગ લાગી હતી. અનેક ફાયર એન્જિન આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નવી દિલ્હી : નોઈડાના સેક્ટર 67માં એક જગ્યાએ આવેલી બે કંપનીઓમાં આગ લાગી હતી. અનેક ફાયર એન્જિન આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફેક્ટરીમાં રાખવામાં આવેલા કેમિકલના ધુમાડાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ફાયર બ્રિગેડની 40 ગાડીઓ ઘટનાસ્થળે આગ ઓલવવામાં વ્યસ્ત છે, આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા દેખાય છે અને આગની જ્વાળાઓ દૂરથી દેખાઈ રહી છે. 45 ડિગ્રીથી વધુ તાપમાનમાં આગ ઓલવવામાં ફાયર ફાયટરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ હવામાનની અનિયમિતતા અને બીજી તરફ આગનો તાંડવ લોકો માટે મુસીબત બની ગયો છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી પણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગાઝિયાબાદના ટોનીકા સિટી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એક પેકેજિંગ ફેક્ટરીમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આખી ફેક્ટરી આગના ગોળામાં ફેરવાઈ ગઈ.

આગ અંગેની માહિતી તાત્કાલિક ફાયર વિભાગને આપવામાં આવી હતી. ફાયર વિભાગની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગની ઉંચી જ્વાળાઓ દૂરથી દેખાય છે. આગના કારણે સમગ્ર માર્કેટમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે. ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર હાજર છે. લખનઉમાં આવેલા એક ફર્નિચરના શોરૂમમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

(4:25 PM IST)