તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 15th June 2024
અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડન જી 7 સમિટ પર ક્ષોભ જનક ક્ષણોના શિકાર થયા : જુઓ વાયરલ વિડિઓ
જો બાઇડન મેલોની ને સેલ્યુટ કરતા અને બાઇડન અન્ય G7 નેતાઓ થી અલગ જતા હોય ત્યારે મેલોની એમને પાછા વાળતા જોવાયા

Joe Biden's 'awkward' moment at G7 summit goes viral pic.twitter.com/RIJWtPgLms
— Joel Franz (@joefranz75) June 14, 2024
અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડન જી 7 સમિટ પર ક્ષોભ જનક ક્ષણોના શિકાર થયા એ વિડિયો વાઇરલ:
થયો છે જ્યોર્જિયા મેલોનીને બાઇડન સેલ્યુટ કરતા જોવા મળે છે. એ સિવાય બાઇડન અન્ય G7 નેતાઓ થી અલગ જતા હોય ત્યારે મેલોની એમને પાછા વાળતા જોવા મળે છે.
અમેરિકન રાષ્ટ્રપતિ શ્રી જો બાઇડન જી 7 સમિટ માટે ઇટલી આવેલ છે. એ પ્રસંગ ના વિડિયોઝ મા ત્યાં તેઓ ક્ષોભજનક વર્તન કરતા દેખાય છે. તેમના વર્તન અને ચાલવાની ઢબ ને કારણે તેમની માનસિક અને શારીરિક તંદુરસ્તી અંગે સવાલો ઉઠી રહ્યા છે.
યજમાન દેશ ઇટલી ના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ તેમનું સ્વાગત કર્યું ત્યારે જો બાઇડન મેલોની ને સેલ્યુટ કરતા જોવા મળે છે. જ્યારે બીજા એક વિડિયો મા તેઓ અન્ય G7 નેતાઓ થી અલગ જતા હોય ત્યારે મેલોની એમને પકડીને પાછા વાળતા જોવા મળે છે. આ અગાઉ પણ બાઇડન યુક્રેન ના રાષ્ટ્રપતિ ને સેલ્યૂટ કરતા હોય એવો વિડિયો જોવા મળેલ. આવા વિડિયોઝની શ્રેણીને પગલે તેઓ હવે વાયરલ થયા છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
