તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Thursday, 13th June 2024
ગાઝિયાબાદમાં ત્રણ માળના બિલ્ડિંગમાં આગઃ ૨ બાળકો સહિત ૫ના મોત
શોર્ટસર્કિટના કારણે બિલ્ડિંગમાં આગ લાગી હતી, સાંકડી શેરીઓમાં મકાનો હોવાના કારણે ફાયર ફાયટરોને રેસ્ક્યૂ કરવામાં થઈ ભારે મુશ્કેલી

ગાઝિયાબાદ,તા. ૧૩: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં પાંચ લોકોના કરુણ મૃત્યુ થયા છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટના લોની બોર્ડર પોલીસ સ્ટેશન વિસ્તારના બેહટા હાજીપુર ગામમાં ગઇ કાલે રાત્રે લગભગ ૮ વાગ્યે બની હતી. આગ ઝડપથી ફેલાઈ જેના કારણે લોકોને બચવાની તક મળી ન હતી. આગ લાગ્યા બાદ ઘરમાં ત્રણ બાળકો, બે મહિલાઓ અને એક બાળકી ફસાઈ ગઈ હતી. ફાયર વિભાગના કર્મચારીઓએ પાંચ મૃતદેહો બહાર કાઢ્યા છે. મળતી માહિતી મુજબ, બિલ્ડિંગમાં ફોમનો ધંધો ચાલતો હતો. શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમ રાહત અને બચાવ કાર્ય કર્યું હતું. સાંકડી શેરીઓમાં મકાનો હોવાના કારણે ફાયર ફાયટરોને રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
