તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવા પ્રયાસ કરાશે
સરકાર બનતાની સાથે પેટ્રોલિયમ પ્રધાને કરી મોટી વાતઃહરદીપ સિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે

નવી દિલ્હી, તા.૧૨
દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી એનડીએની સરકાર 'મોદી ૩.૦'ની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત ૭૨ મંત્રીઓમાં મંત્રાલયો પણ વહેંચવામાં આવ્યા છે. હરદીપ સિંહ પુરીને ફરી એક વખત પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે અને તેમણે કાર્યભાર સંભાળતાની સાથે જ એક મોટી જાહેરાત કરી છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું કહેવું છે કે, આ વખતે કેન્દ્ર સરકાર પેટ્રોલ, ડીઝલ અને કુદરતી ગેસ જેવી ચીજવસ્તુઓને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના દાયરામાં લાવવાનો પ્રયાસ કરશે. તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.
પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણને GSTના દાયરામાં લાવવાનો આ પ્રયાસ નવો નથી. GST સિસ્ટમ અમલમાં આવી ત્યારથી અને ત્યારબાદ GST કાઉન્સિલની રચના થઈ ત્યારથી આ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જીએસટી કાઉન્સિલની લગભગ દરેક બેઠકમાં આ બાબતને આગળ કરવામાં આવી છે. પરંતુ આ અંગે રાજ્યો વચ્ચે હજુ સુધી સહમતિ બની શકી નથી.
પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. આવી સ્થિતિમાં, રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ આવવાને કારણે તેમની આવકમાં નુકસાનનો સામનો કરવા માંગતી નથી. આ સિવાય રાજ્યોને દારૃ પરના ટેક્સમાંથી પણ મોટી આવક મળે છે. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારમણે ગયા વર્ષે નવેમ્બરમાં કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલને ય્જી્ના દાયરામાં લાવવાથી ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. જ્યારે, દેશભરમાં લોકોએ તેના માટે અલગ-અલગ કિંમતો ચૂકવવી પડશે નહીં. પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની સાથે પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, સરકારે ૨૦૩૦ સુધીમાં પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ હવે તે આગામી વર્ષ એટલે કે ૨૦૨૫ સુધીમાં જ પૂર્ણ થવાની આશા છે. આશા છે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર પેટ્રોલિયમ સેક્ટરના PSUમાં હિસ્સો વેચવાના પક્ષમાં નથી.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
