તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ભારતમાં બર્ડ ફલૂનો બીજો કેસ : પ.બંગાળમાં બાળક સંક્રમિત
WHOએ આપી પુષ્ટી

નવી દિલ્હી તા. ૧૨ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે પૂર્વી ભારતીય રાજય પશ્ચિમ બંગાળમાં ચાર વર્ષના બાળકમાં H9N2 વાયરસના કારણે બર્ડ ફલૂથી માનવ ચેપનો કેસ મળી આવ્યો છે. ચાર વર્ષનો એક બાળક H9N2 વાયરસના કારણે બર્ડ ફલૂથી સંક્રમિત થયો છે. બાળક ઘરે મરઘાંના સંપર્કમાં આવ્યો હતો. બાળકને શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ, ખૂબ તાવ અને પેટમાં ખેંચાણ સાથે ફેબ્રુઆરીમાં સ્થાનિક હોસ્પિટલના પીડિયાટ્રિક ICU દાખલ કરવામાં આવ્યો હતો. ત્રણ મહિનાના સારવાર બાદ તેને રજા આપવામાં આવી હતી. જોકે, પરિવારના સભ્યો અને અન્ય નજીકના સંપર્કોમાં શ્વસન સંબંધી બીમારીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. ભારતમાં H9N2 બર્ડ ફલૂનો આ બીજો નોંધાયેલ માનવ કેસ છે. આ અગાઉ ૨૦૧૯માં બર્ડ ફલૂના માનવ કેસ નોંધાયો હતો. અગાઉનો કેસઙ્ગઙ્ગપણઙ્ગએક બાળકમાં નોંધાયો હતો, જે મહારાષ્ટ્રનો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯ માં મહારાષ્ટ્રના મેલઘાટ જિલ્લામાં કોરકુ જનજાતિના ૯૩ ગામોમાં સમુદાય આધારિત સર્વેલન્સ અભ્યાસ દરમિયાન આ કેસ શોધી કાઢવામાં આવ્યો હતો. આ અભ્યાસ દરમિયાન, આરોગ્ય કર્મચારીઓએ ૧૮ મહિનાના છોકરામાં ખ્(H9N2) વાયરસનો ચેપ શોધી કાઢ્યો હતો. , જેમણે તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને ખોરાક લેવામાં તકલીફ સહિતના લક્ષણો દર્શાવ્યા હતા. ત્યાર બાદ બાળકને રસી અને સારવાર આપવામાં આવી હતી. આ બાળકનો મરઘાં સાથે કોઈ સંપર્ક નહોતો,ઙ્ગઙ્ગબર્ડ ફલૂના લક્ષણો દર્શાવવાના એક અઠવાડિયા પહેલા, તે તેના માતાપિતા સાથે ધાર્મિક મેળાવડામાં ગયો હતો.હાલમાં આ રોગ વિશએ જેટલી માહિતી ઉપલબ્ધ છે તેના પરથી એટલું જાણવા મળે છે કે માનવ-થી માનવ ફેલાવાનું જોખમ ઓછું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સંક્રમિત વ્યકિતઓ આંતરરાષ્ટ્રીય સ્તરે મુસાફરી કરે તો કયારેક કોઇનામાં આવો ચેપ ફેલાઇ શકે છે,ઙ્ગઙ્ગકોરોના જેવું વ્યાપક સમુદાય-સ્તરનું પ્રસારણ અસંભવિત છે કારણ કે આ વાયરસે માનવથી માનવમાં અસરકારક ટ્રાન્સમિશનની ક્ષમતા પ્રાપ્ત કરી નથી.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
