તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
ટોલ ટેકસ માંગ્યો તો બુલડોઝર ચાલકને આવ્યો ગુસ્સો, ધરાશાયી કરી દીધું ટોલનાકુ
ઉત્તરપ્રદેશ હાપુડના ટોલ નાકાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

લખનૌ, તા.૧૨: ટોલનાકા પર અનેક વખત વાહન ચાલકોને માથાકૂટ થતી હોય છે. જેમાં કેટલીકવાર મામલો મારપીટ સુધી પણ પહોંચતો હોય છે. પણ ઉત્તરપ્રદેશના એક ટોલનાકા પરથી એક એવો વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. જેમાં એક બુલડોઝર ચાલકે ટોલનાકુ તહસ-નહસ કરી નાખ્યું હતું
દિલ્લી - લખનઉના નેશનલ હાઇવે પર હાપુડમાં એક બુલડોઝર ચાલકે માથાકૂટ થતાં ટોલનાકું જ પાડી દીધું હતું. આ ઘટનાનો વીડિયો ત્યાંના કર્મચારીઓએ ઉતારી દીધો હતો. જ્યારે બુલડોઝર ચાલક ટોલનાકા પરથી પસાર થઈ રહ્યો હતો તે વખતે તેની પાસે પૈસા માંગવામાં આવ્યા, ત્યારે તેને બે બુથને પાડી દીધા હતા.
વીડિયોમાં જોઈ જોઈ શકાય છે કે, એક તરફ કર્મચારી પૈસા માંગી રહ્યા છે અને બીજી તરફ આરોપી બુલડોઝરથી ટોલનાકાનું બુથ પાડી રહ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટના આજે મંગળવારે સવારે બની હતી.
આ ઘટનાને અંજામ આપી આરોપી ફરાર થઈ ગયો ગતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં તરત જ વાયરલ થઈ ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડયો હતો. અગાઉ અઠવાડિયા પહેલાં પણ હાપુડના છિઝારસી ટોલનાકા પર એક વ્યકિતએ ટોલ ટેકસથી બચવા કર્મચારીને કચડી કાઢ્યો હતો.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
