<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકીઓ ઘુસ્‍યાઃ હાઇ એલર્ટ

જમ્‍મુ-પઠાણકોટ હાઇવે સ્‍થિત સૈનિક સંસ્‍થાનો સાથે આંતરરાષ્‍ટ્રીય બોર્ડર પાસેની રેલ્‍વે લાઇનને બનાવી શકે છે નિશાન

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧ર :.. જમ્‍મુ-કાશ્‍મીરમાં સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર મુકવામાં આવ્‍યા છે. ઇનપુટ મુજબ કેટલાક આતંકીઓ કઠુઆ-પઠાણકોટથી નજીકના બોર્ડરથી ઘુસવામાં સફળ થયા છે. આ આતંકીઓ આત્‍મઘાતી હુમલાને અંજામ આપી શકે છે.

અધિકારીઓ મુજબ તેમના નિશાન પર જમ્‍મુ-પઠાણકોટ હાઇવે સ્‍થિત સૈનિક સંસ્‍થાનો સાથે આંતરરાષ્‍ટ્રીય સીમાની સાથે પસાર થતી રેલ્‍વે લાઇન પણ છે. જો કે એક દાવો કરાયો છે કે, હીરાનગર હુમલામાં સામેલ કેટલાક આતંકી ભાગવામાં સફળ થયા છે. જે ગમે તયારે હુમલો કરી શકે તેમ છે.

જો કે કેટલા આતંકી અંદર ઘુસ્‍યા છે. તે અંગે કોઇ આંકડાની માહિતી અધિકારીઓએ આપી ન હતી. પણ તેમણે જણાવેલ કે કેટલાંક જૂથ એલઓસી અને ઇન્‍ટરનેશનલ બોર્ડર ક્રોસ કરવામાં એ સમયે સફળ રહેલ જયારે પાક સેનાએ તેમને ભારત તરફ ધકેલ્‍યા હતાં. થોડા દિવસોથી પાક સેના દ્વારા ભારતીય સેનાનું ધ્‍યાન દોરવા પ્રયત્‍ન કરી આતંકીઓને ભારતમાં ઘુસાડયા હતાં.

જમ્‍મુ સીમા પર હાલ ફાયરીંગની કોઇ ઘટના નથી પણ વરસાદના કારણે તેનઇ-નાળાના વિસ્‍તારોમાં તારબંધીને પહોંચેલ નુકશાનનો લાભ પ આતંકીઓએ ઉઠાવ્‍યો હતો. બીએસએફ અધિકારી મુજબ કેટલાક દિવસથી ઇન્‍ટરનેશનલ બોર્ડર પારવાળા સૈન્‍ય ઠેકાણાઓ પર લોકોની અવર-જવર વધી છે જે હકિકત આતંકીઓ છે.

અધિકારી મુજબ મળતી સુચનાથી ધુસનાર આતંકી જમ્‍મુમાં જમ્‍મુ-પઠાણકોટ હાઇવે પર સૈન્‍ય સંસ્‍થાનો ઉપરાંત રેલ લાઇનને નિશાન બનાવવાના ઇનપુટથી હાઇવે પર પેટ્રોલીંગ વધારાયું છે. નાકાઓ બનાવવામાં આવી રહ્યા છે. જયારે રેલ લાઇનની સુરક્ષા માટે વધારાના જવાનોની તૈનાતી કરાઇ છે.

(4:57 PM IST)