તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 12th June 2024
જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મધ્યપ્રદેશના જવાન કબીરદાસ શહિદ થતા ઘેરો શોક
પરિવારના એક માત્ર આધારસ્થંભના મૃત્યુથી અરેરાટી : ૪ વર્ષ પહેલા લગ્ન થયા'તા

જમ્મુ, તા. ૧ર : જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં ગઈકાલે (૧૧ જૂન) રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં ગઈકાલે (૧૧ જૂન) રાત્રે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં છ સૈનિકો ખરાબ રીતે ઘાયલ થયા હતા, જેમાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના પુલ પુલ દોહના રહેવાસી જવાન કબીરદાસનો પણ સમાવેશ થાય છે, જેઓ સારવાર દરમિયાન શહીદ થયા હતા. આ સમાચાર પુલ પુલ દોહના રહેવાસી જવાન કબીર દાસ ઉઇકેના ઘરે પહોંચતા જ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું પ્રસરી ગયું હતું. આતંકવાદીઓ સામે લડતા, છિંદવાડાના લાલ ભારત માતાની રક્ષા કરતા શહીદ થયા હતા.
કબીરદાસ ઉઇકેએ બુધવારે (૧૨ જૂન) સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કબીરદાસ તેમના સમગ્ર પરિવારનો એકમાત્ર આધાર હતો. સંરક્ષણ મંત્રાલયે આ વાતની પુષ્ટિ કરી છે. અહેવાલ મુજબ,
આતંકવાદી હુમલો કઠુઆ જિલ્લાના હીરાનગરના સૈદા સુખલ ગામમાં ગઈકાલે રાત્રે લગભગ ૮ વાગ્યે થયો હતો. આ હુમલામાં ઘ્ય્ભ્જ્ કોન્સ્ટેબલ કબીરદાસ (સૈનિક કબીરદાસ ઉઇકે) ઘાયલ થયા હતા. કબીરદાસના ગામલોકોએ માહિતી આપી હતી કે તેના લગ્ન ૪ વર્ષ પહેલા થયા હતા. ઘરમાં વૃદ્ધ માતા અને બે બહેનો છે. પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું હતું. વર્ષ ૨૦૧૧માં તેઓ સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે જોડાયા હતા. તે પરિવારનો એકમાત્ર આધાર હતો. તમને જણાવી દઈએ કે કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ જે ગામમાં હુમલો કર્યો હતો, ત્યાં તેઓએ એક પરિવારને બંધક બનાવી લીધો હતો. આ પછી, આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ, જેમાં પાંચ જવાન ઘાયલ થયા. આમાં કબીરદાસ પણ સામેલ હતા
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
