<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th June 2024

અનિલ અંબાણીની રિલાયન્‍સ પાવર માર્કેટ લીડર કંપની હવે દેવા મુક્‍ત

રિલાયન્‍સ પાવરના શેરોમાં આજે પણ તેજીની સર્કિટ : કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂા.૧૨.૬૬૫.૫૧ કરોડ

નવી દિલ્‍હી,તા.૧૨ : મોદી સરકાર દ્વારા મંત્રાલયોની કરવામાં આવેલી ફાળવણી બાદ શેરબજારમાં સતત પોઝીટીવ વલણ જોવા મળી રહ્યું છે. બીજી બાજુ અનિલ અંબાણી ગ્રુપની કંપની રિલાયન્‍સ પાવરના શેરોમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ સત્ર દરમિયાન કંપનીના શેરોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે.

 મોદી ૩.૦માં તો શું હવે રિલાયન્‍સ પાવર માર્કેટ લીડર તરીકે ઉભરવા આગળ વધી રહી છે? આ કંપનીમાં જે રીતે તેજીના મંડાણ થયા છે તેની પાછળ અન્‍ય એક કારણ રિલાયન્‍સ પાવર હવે દેવા મુક્‍ત થઈ છે તે પણ મુખ્‍ય કારણ પૈકી એક કારણ માનવામાં આવે છે.

 રિલાયન્‍સ પારવના શેરોમાં બુધવારે પણ શરૂઆતી કામકાજ દરમિયાન તેજીની સર્કિટ લાગી હતી. ૧૦ ટકા એટલે કે ૨.૮૬ ટકા ઉછળીને રૂપિયા ૩૧.૫૩ પહોંચ્‍યો છે. આ શેર આજે રૂપિયા ૨૮.૬૭ પર ખુલ્‍યો હતો. આ શેર છેલ્લા ૫૨ સપ્તાહની ઊંચી સપાટી રૂપિયા ૩૪.૩૫ છે. જ્‍યારે છેલ્લા ૫૨ સપ્તાહની નીચી સપાટી ૧૩.૮૦ છે. કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂપિયા ૧૨,૬૬૫.૫૧ કરોડ છે.

 અનિલ અંબાણીની રિલાયન્‍સ પાવર ડેટ ફ્રી કંપની બની ગઈ છે. તેથી, હવે આ સ્‍ટોક લાંબા ગાળાના રોકાણકારોને આકર્ષી રહ્યો છે જેઓ જોખમ લઈ શકે છે. જો કે, આગામી થોડા ક્‍વાર્ટરમાં કંપની કેવું -દર્શન કરે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. ડેટ ફ્રી કંપનીનો અર્થ એ નથી કે તે નક્કર ફંડામેન્‍ટલ્‍સ ધરાવતી ગુણવત્તાયુક્‍ત કંપની હશે.

 છેલ્લા ૫ સેશન દરમિયાન કંપનીના શેરનો ભાવ રૂપિયા ૨૩.૫૦થી ૩૧.૫૩ ટકા રૂપિયા પહોંચ્‍યો છે. છેલ્લા ૫ દિવસમાં સેશન દરમિયાન કંપનીએ રોકાણકારોને ૩૩ ટકા વળતર આપ્‍યું છે.

(4:44 PM IST)