તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Wednesday, 12th June 2024
મોદીના શપથ વિધિમાં અનંત અંબાણીએ પહેરી હતી ૨૦ કરોડ રૂપિયાની ઘડિયાળ
આ ઘડિયાળને બનાવવામાં આશરે એક લાખ કલાકનો સમય લાગ્યો હતો

મુંબઇ તા. ૧૨ : અંબાણી પરિવાર અવારનવાર પોતાની વૈભવી અને રોયલ સ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે પછી એ મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણીની વાત હોય... આ રેસમાં અંબાણીની પરિવારની યંગ બ્રિગેડિયર પણ આ રેસમાં કંઈ પાછળ પડે એવી નથી. હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા પહોંચેલા અનંત અંબાણીએ કંઈક એવું કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
વાત જાણે એમ છે કે રવિવારે યોજાયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શપથ વિધિ સમારોહમાં મુકેશ અંબાણી નીતા અંબાણી દીકરા અનંત અંબાણી સાથે હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન અંબાણી પરિવારના આ કાનકુંવરે પહેરેલી ઘડિયાળ ચર્ચાનું કારણ બની ગઈ છે. આવો જોઈએ શું ખાસ છે અનંત અંબાણીની ઘડિયાળમાં..
સમારોહમાં અનંત અંબાણીના હાથ પર જોવા મળેલી ઘડિયાળ પાટેક ફિલિપીની છે, જે એક પ્રીમિયમ વોચ મેકર છે. અનંત અંબાણી આ કાર્યક્રમમાં બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો. મીડિયો રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી સૌથી મોંઘી ઘડિયાળમાંથી એક છે. કંપનીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ સૌથી વધારે કોમ્પ્લિકેટેડ ઘડિયાળમાંથી એક છે. Patek Philippe Grandmaster Chimeને પ્લેટિનમથી બનાવવામાં આવી છે. આ ઘડિયાળને બનાવવામાં આશરે એક લાખ કલાકનો સમય લાગ્યો હતો.
ઘડિયાળની ખાસિયત વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ તેની કિંમત વિશે તો આ ઘડિયાળની કિંમત આશરે ૨.૪ મિલિયન અમેરિકન ડોલર એટલે કે આશરે ૨૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે, આ પહેલી વખત નથી કે અનંત અંબાણી લક્ઝુરિયસ વોચ સાથે જોવા મળ્યો હોય. આ પહેલાં પણ અનંત અંબાણી પોતાની બીજી પ્રિ-વેડિંગ પાર્ટીમાં ૧૦ કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરીને પહોંચ્યો હતો.
અનંત અંબાણીના વોચ કલેક્શન વિશે વાત કરીએ તો તેમાં Richart Milleના ઘડિયાળનો સમાવેશ પણ થાય છે. જેનું પૂરૂં નામ RM 56-01 Toutbillon Green Sapphire અને આ ઘડિયાળની કિંમત ૫૪ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
અનંત અંબાણીના લક્ઝુરિયસ વોચ કલેક્શનમાં ઢગલો ઘડિયાળ છે જેમાં Aufermars Piguet Royal Oak Concept GMT Toutbilon અને Patek Philippe Nautilus Travel Time જેવી ઘડિયાળોનો સમાવેશ થાય છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
