તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
ડાંગમાં જંગલચોરોનો આતંક : વનકર્મીઓ પર હુમલો : ૮ને ઇજા

નવી દિલ્હી, તા.૧૧: ડાંગના જંગલમાં લાકડાની ચોરી કરનાર શખ્સોએ આતંક માચાવ્યો છે. ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા આ શખ્સોએ વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં વનવિભાગના ૮ કર્મચારીને ઈજા પહોંચી છે. પોલીસે ૧૦ હુમલાખોરને ઝડપી પાડ્યા છે. ડાંગમાં સાગના લાકડાની તસ્કરીના બનાવ આવારનવાર સામે આવે છે. કાલીબેલ રેન્જમાં પણ વનકર્મીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે.
અહીં ગામલોકોએ વનકર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે વનવિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વનકર્મચારીઓને આહવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં ટોળાએ વન વિભાગની કચેરીમાં ઘુસીને મારઝૂડ અને તોડફોડ કરી હતી. બંને બનાવ મળી ૧૪ની ધરપકડ થઇ છે
(4:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
