News of Tuesday, 11th June 2024
લોકસભામાં કારમી હાર પછી અજીત પવારે કાકા શરદ પવારના કર્યા વખાણ
૨૪ વર્ષ સુધી પક્ષને નેતૃત્વ આપવા બદલ તેમનો આભાર

નવી દિલ્હી,તા.૧૧: એનસીપી નેતા અજીત પવારે લોકસભા ચૂંટણીમાં કારમી હાર પછી એનસીપીના સ્થાપના દિન પ્રસંગે પોતાના કાકા શરદ પવારનો ૧૯૯૯થી પક્ષને નેતૃત્વ આપવા માટે આભાર માન્યો હતો. મહારાષ્ટ્રમાં અજીત પવારની એનસીપીએ ૪ બેઠકો લડી હતી જેમાંથી તે માત્ર અકે બેઠક જીતી શકી હતી. દરમ્યાન શરદ પવારે ૧૦ બેઠકોમાંથી ૮ બેઠકો જીતી અને એ પણ પક્ષનું નામ અને નિશાન ગુમાવ્યા પછી.
અજીત પવારે કહ્યું, ‘છેલ્લા ૨૪ વર્ષથી પક્ષનું નેતૃત્વ કરવા બદલ શરદ પવારનો અને પક્ષની સ્થાપનાથી તેની સાથે જોડાયેલ અન્ય લોકોનો હું આભાર માનું છું'
અજીત પવાર જે એનસીપીમાં નંબર બે ગણાતા હતા તેમણે જુલાઇ ૨૦૨૩માં પક્ષના ઉભા ફાડીયા કરીને ભાજપા નેતૃત્વ વાળા એનડીએ સાથે હાથ મિલાવ્યા હતા. શિવસેના એકનાથ શિંદે જૂથના નેતૃત્વવાળી મહાયુતિ સરકારમાં તેમને નાયબ મુખ્યપ્રધાન બનાવાય હતા.મુંબઇમાં પક્ષના સમારંભમાં અજીત પવારે એમ પણ કહ્યુ કે મોદી ૩.૦ સરકારમાં અમારો કેમ્પ કેબીનેટ કક્ષાથી નીચો હોદ્દો નહી સ્વીકારે. તેમણે કહ્યું, તેમણે (ભાજપાએ) અમને કહ્યુ છે કે તેમણે કેબીનેટ કક્ષાનો હોદ્દો તેના અન્ય ઘણા ઘટકોને આપવો પડે તેમ છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
