<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

આતંકીઓની નવી રણનીતિથી ચિંતા

પહાડી વિસ્‍તારોમાં વળાંક પર વાહનો બને છે સરળ નિશાન

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ તા. ૧૧: રિયાસીમાં શિવખોડીથી પાછા આવી રહેલ શ્રધ્‍ધાળુ પર થયેલ હુમલા પછી સુરક્ષાધિકારીઓએ કમેટલાક રહસ્‍યોદઘાટન કરીને બધભાને ચોંકાવ્‍યા છે એટલું જ નહીં પહાડી વિસ્‍તારોમાં સફર કરનારાઓની ચિંતા પણ વધારી દીધી છે. જો કે આ રહસ્‍યોદ્દઘાટન પછી રાજયના આતંકવાદ ગ્રૈત પહાડી વિસ્‍તારોમાં સૈનિક વાહનોની સુરક્ષા માટેનો ઉપાય કરાઇ રહ્યા છે પણ નાગરિક વાહનોને ભગવાન ભરોસે છોડી દેવાયા છે.

એક સીનીયર સેનાધિકારી અનુસાર, રાજાૈરી, પુંચ અને રિયાસીના પહાડી રસ્‍તાઓ પર આતંકીઓ એક જેવી જ રણનીતિ અપનાવીને વાહનો પર હુમલાઓ કરી રહ્યા છે. પહેલા તેઓમ ાત્ર સૈનિક વાહનો પર હુમલા કરતા હતા પણ હવે નાગરિક વાહનો નિશાના બનવાના કારણે આ રસ્‍તાઓનો ઉપયોગ કરતા નાગરિકોના શ્‍વાસ અધ્‍ધર થઇ ગયા છે.

એક સીનીયર અધિકારી અનુસાર, આતંકવાદીઓ આ રીતે નાગરિક વાહનને નિશાન બનાવશે તેવું કોઇએ વિચાર્યું નહોતું. એ યાદ રાખવા જેવું છે કે આતંકીઓએ પહેલી વાર ૧૯૯૩ માં ૧૩-૧૪ ઓગસ્‍ટથી રાત્રે તત્‍કાલીન ડોડા જીલ્લાના કિશ્‍તવાડમાં યાત્રી બસમાંથી ઉતારીને ૧૭ હિંદુઓને જ મારી નાખ્‍યા હતા. ૧૧ જુલાઇ ર૦૧૭ના દિવસે અનંતનાગમાં અમરનાથ યાત્રીઓની બસ પર હુમલો કરીને અંધાધુંધ ગોળીઓ વરસાવી હતી. તેમાં ૯ શ્રધ્‍ધાળુઓના મોત થયા હતા અને ૧૯ ઘાયલ થયા હતા. મૃતક બધા ગુજરાતના હતા.

હવે ફરી એક વાર આતંકીઓ દ્વારા યાત્રાી બસ અને નાગરિક વાહનો પર હુમલાની રણનીતિ અપનાવાઇ રહી છે ત્‍યારે સુરક્ષા દળોની પરેશહાની વધી ગઇ છે. કેમકે પહાડી વિસ્‍તારોમાં ચાલતા દરેક વાહનને સુરક્ષા આપવી અશકય છે. એવું થઇ શકે કે પ્રશાસન ભૂતકાળની જેમ આતંકવાદ ગ્રસ્‍ત વિસ્‍તારોમાં ફરી એક વાર વાહન ચલાવવા પર પ્રતિબંધ મુકી શકે. પણ આવું થાય તો શાંતિ હોવાના દાવાઓ ખોટા ઠરે.

(4:08 PM IST)