તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 11th June 2024
NEETની પરીક્ષા રદ્દ નહિ : કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર
વિવાદ પર સુપ્રીમ કોર્ટે એનટીએ પાસે જવાબ માંગ્યો : વધુ સુનાવણી ૮ જુલાઇએ

નવી દિલ્હી તા. ૧૧ : NEET પ્રવેશ પરીક્ષા ૨૦૨૪ના પરિણામો બાદ સર્જાયેલા વિવાદ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. હવે NEET કાઉન્સેલિંગ નિર્ધારિત સમયે જ થશે. સુપ્રીમ કોર્ટે ફવ્ખ્દ્ગચ નોટિસ પણ પાઠવી છે. જણાવી દઈએ કે, આ અરજીમાં ૪ જૂને આવેલા NEET UG પરિણામના આધારે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષા સંબંધિત આ અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન હાલમાં કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીને નોટિસ જાહેર કરીને કહ્યું કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે. અમને NTA પાસેથી જવાબ જોઈએ છે.
આ અરજી તેલંગાણાના રહેવાસી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને આંધ્રપ્રદેશના રહેવાસી ડો. શેખ રોશન મોહિદ્દીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આ અરજીને બીજી અરજી સાથે જોડી દીધી છે. આ પિટિશનમાં પરીક્ષા રદ કરીને ફરીથી કરાવવાની માંગ કરવામાં આવી છે. હવે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓના આધારે NEET-UG ૨૦૨૪ની પરીક્ષા ફરીથી યોજવાની વિનંતી કરતી અરજીનો જવાબ આપવો પડશે.
જયારથી NEET UGનું પરિણામ આવ્યું છે ત્યારથી દેશના ઘણા ભાગોમાં વિરોધ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ ઘણી જગ્યાએ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પરીક્ષાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ NEET પરીક્ષાના પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવીને વિરોધ કરી રહ્યા છે. અરજીમાં NEET UG પરીક્ષા ૨૦૨૪માં ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારોએ એ હકીકત પર પણ શંકા વ્યક્ત કરી છે કે એક પરીક્ષા કેન્દ્રમાંથી ૬૭ ઉમેદવારોએ સંપૂર્ણ ૭૨૦ માર્ક્સ મેળવ્યા છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
