<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

એક વીઝા બનાવી સાઉદી સહિત ૬ ખાડીના દેશોમાં પ્રવાસ કરી શકાશે

ખાડી દેશોએ પ્રવાસન ક્ષેત્રને આગળ ધપાવવા નવી વીઝા પોલિસી લાગૂ કરી

રીયાધ, તા.૧૧: વિશ્વના દરેક દેશો પોતાના ટૂરિઝમ ક્ષેત્રને આગળ લઈ જવા અનેક પોલિસી બનાવી રહ્યા છે. વિશ્વભરના ટૂરિસ્‍ટોને પોતાના તરફ ખેંચવા વિવિધ સરકારો કાર્યરત હોય છે. લોકો પણ ફરવાના એટલા શોખીન હોય છે કે, વર્ષમાં એકાદ ટ્રીપ તો દેશ વિદેશમાં લગાવી દેતાં હોય છે. અનેક લોકોને ખાડીના દેશોમાં પણ ફરવા જવાનુ ગમતું હોય છે. હવે જે લોકો ખાડીના દેશોમાં પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે તેમના માટે એક ખુશ ખબર આવી છે. ખાડીના દેશોએ બીજા દેશોના ટૂરિસ્‍ટો માટે નવી પોલિસી લાગૂ કરી છે. જેમાં ૧ વીઝાથી ખાડીના ૬ દેશમાં પ્રવાસ કરી શકાશે.

વીઝાથી ૬ ખાડીના દેશોમાં ફરી શકાશેઃ ખાડીના ૬ ઇસ્‍લામિક દેશોના સમૂહે ગલ્‍ફ કોર્પોરેશન કાઉન્‍સિલ (ઞ્‍ઘ્‍ઘ્‍) નામની એક ટૂરિસ્‍ટ પોલિસી લાગૂ કરી છે. જેમાં તમે ૧ વીઝા લઈને સાઉદી અરબ, સંયુક્‍ત આરબ અમીરાત, બહરીન, કુવૈત, કતર અને ઓમાન એમ કુલ ૬ દેશમાં એક મહિના સુધી ફરી શકશો. આ પોલિસી લાગૂ કરવા પાછળનો હેતુ પ્રવાસનને આગળ લઈ જવાનો છે. આ અંગે જાણકારી શ્‍ખ્‍ચ્‍ના અર્થવ્‍યવસ્‍થા મંત્રી અબ્‍દુલ્લા બિન તૌક અલ મરીએ આપી હતી.

ગયા વર્ષે થઈ હતી મંત્રણા

 

આવી સિંગલ એન્‍ટ્રી વીઝા સિસ્‍ટમ પર ખાડીના દેશોએ ગયા વર્ષે ઓક્‍ટોબરમાં વાતચીત શરૂ કરી હતી.આ અંગે ઓમાનના ટૂરિઝમના મંત્રી સલેમ બિન મોહમ્‍મદ અલ મારુકે જાણકારી આપી હતી. તેમને કહ્યું હતું કે, આ વીઝા સિસ્‍ટમ માટે દરેક ૬ દેશોનું ફીડબેક લેવામાં આવ્‍યું હતું.

 

-વાસીઓની વધશે સંખ્‍યા

 

શ્‍ખ્‍ચ્‍ સહિતના ખાડી દેશો પોતાના તરફ પર્યટકોને ખેંચવા માંગે છે. આનાથી હોટલ સેક્‍ટર આગળ વધે છે. હવે આ પોલિસી લાગૂ થતા ઞ્‍ઘ્‍ઘ્‍ વીઝા દ્વારા ટૂરિસ્‍ટોની સંખ્‍યા ખૂબ મોટા -માણમાં વધી શકે છે. શ્‍ખ્‍ચ્‍ના અધિકારીઓનું અનુમાન છે કે, સિંગલ એન્‍ટ્રી વીઝા સિસ્‍ટમથી વર્ષ ૨૦૩૦ સુધી -વાસીઓની સંખ્‍યા ૧૨.૮૭ કરોડ થઈ જશે.એના કારણે ખાડીના દેશોની અર્થવ્‍યવસ્‍થા મજબૂત થશે.

 

 

યૂરોપીય દેશોથી -ભાવિત છે પોલિસી

 

ખાડીના આ ૬ દેશોની -વાસની વીઝા પોલિસી યૂરોપની શેંગન વીઝા પોલિસી હેઠળ બનાવવામાં આવી છે. જેમાં તમે લ્‍ણૂત્ર્ફૂઁફિંૂઁ વીઝા કઢાવી ૨૭ યૂરોપીય દેશોનો -વાસ કરી શકો છો. આનાથી -વાસીઓની સંખ્‍યા વધે છે. શેંગેન વીઝા કઢાવી શેંગેન ક્ષેત્રમાં ફરી શકો છો માટે તેને શેંગેન વીઝા નામ આપવામાં આવ્‍યું છે. લ્‍ણૂત્ર્ફૂઁફિંૂઁ વીઝાથી તમે ૯૦ દિવસ સુધી યૂરોપમાં રહી શકો છો.

(10:50 AM IST)