<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 11th June 2024

નવાઝ શરીફે ત્રીજી વખત પીએમ બનવા બદલ મોદીને આપ્યા અભિનંદન:પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી

પાકિસ્તાનના પૂર્વ પીએમએ કહ્યું-તમારા નેતૃત્વમાં મળેલી સફળતા લોકોનો વિશ્વાસ દર્શાવે છે

નરેન્દ્રભાઈ  મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન પદ માટે શપથ લીધા છે. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ પીએમ  મોદીને સતત ત્રીજી વખત વડા પ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. નવાઝ શરીફ અગાઉ પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી પીએમ મોદીને અભિનંદન આપ્યા હતા

  નવાઝ શરીફે સોશિયલ મીડિયા પર કહ્યું કે ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ પીએમ મોદીને મારા તરફથી હાર્દિક અભિનંદન. તાજેતરની ચૂંટણીમાં તમારી પાર્ટીને જે સફળતા તમારા નેતૃત્વમાં મળી તે લોકોનો વિશ્વાસ દર્શાવે છે. ચાલો આપણે નફરતની જગ્યાએ આશાને લાવીએ અને દક્ષિણ એશિયાના બે અબજ લોકોની નિયતિને આકાર આપવાની તકનો લાભ ઉઠાવીએ.

વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ નવાઝ શરીફના અભિનંદન સંદેશ અંગે જવાબ આપતા કહ્યું કે ભારતના લોકો હંમેશા શાંતિ, સુરક્ષા અને પ્રગતિશીલ વિચારોના પક્ષધર રહી છે.

( IST)