News of Tuesday, 11th June 2024
કેબિનેટમાં સ્થાન નહીં મળતા એનસીપી બાદ હવે શિવસેના શિંદે જૂથ નારાજ: કહ્યું- 7 સાંસદોમાંથી એક પણ કેબિનેટ મંત્રી નથી
શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું, 'અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું

મુંબઈ :મોદી કેબિનેટમાં સ્થાન ન મળવા પર DyCM અજિત પવારના જૂથની NCPની નારાજગી પછી હવે CM એકનાથ શિંદે જૂથની શિવસેનાની નારાજગી પણ સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારને કહે છે કે, એક તરફ જ્યાં, ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને HD કુમારસ્વામીની પાર્ટીને ઓછી બેઠકો મળવા છતાં કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ સાત સાંસદો હોવા છતાં તેમની પાર્ટીને માત્ર સ્વતંત્ર પ્રભાર સાથે રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે.
શ્રીરંગ બારનેએ કહ્યું કે, 'અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, JDS પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. તો પછી લોકસભાની 7 બેઠકો મળ્યા પછી પણ શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો?'
શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું, 'અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું.' આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બારનેએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
શ્રીરંગ બારનેએ કહ્યું કે, NDAના અન્ય ઘટક પક્ષોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી BJP એ શિંદે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું?
શિવસેના સાંસદે કહ્યું કે, જો આવું થાય છે તો પરિવારની વિરુદ્ધમાં જઈને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. તેમજ BJP એ આ મંત્રી પદ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને આપવું જોઈતું હતું
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
