તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
પાંચ મહિનામાં ૧.૯૨ લાખ કાર સહિત ૬ લાખ વાહનનું વેંચાણ
કારના સૌથી વધુ વેચાણમાં ગુજરાત ત્રીજા સ્થાને : ગુજરાતમાંથી આ વર્ષે વાહનોના સૌથી વધુ રજિસ્ટ્રેશનમાં સુરત મોખરે, અમદાવાદ બીજા જ્યારે રાજકોટ ત્રીજા સ્થાને

નવી દિલ્હી,તા.૩: ગુજરાતમાંથી છેલ્લા પાંચ મહિનામાં ૧.૯૨ લાખ કાર સહિત ૫.૮૦ લાખ વાહનો વેચાયા છે. આમ, ગુજરાતમાંથી દરરોજ સરેરાશ ૧૬૦૦ કારનું વેચાણ થયું છે. આ વર્ષે કારનું સૌથી વધુ વેચાણ થયું હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત ત્રીજા સ્થાને છે.
આ વર્ષે દેશમાંથી સૌથી વધુ વાહનોના રજિસ્ટ્રેશન થયું હોય તેમાં ઉત્તર પ્રદેશ મોખરે, મહારાષ્ટ્ર બીજા, તામિલનાડુ ત્રીજા, કર્ણાટક ચોથા અને ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતની વાત કરવામાં આવે તો સૌથી વધુ વાહનોના રજિસ્ટ્રેશનમાં સુરત છે. આરટીઓ મોખરે છે. આ સિવાય અમદાવાદ બીજું, રાજકોટ ત્રીજું વડોદરા ચોથું જ્યારે અમદાવાદ ઈસ્ટ પાંચમું સ્થાન ધરાવે છે.
ગુજરાતમાંથી વર્ષ ૨૦૨૨માં ૧૫.૬૯ લાખ, ૨૦૨૩માં ૧૮.૨૧ લાખ, ૨૦૨૪માં ૧૮.૯૯ લાખ, ૨૦૨૫માં ૨૦.૯૦ લાખ વાહનો રજિસ્ટર્ડ થયા હતા. ઈધણના પ્રકાર પ્રમાણે વાહનોના વેચાણની વાત કરવામાં આવે તો પેટ્રોલથી સંચાલિત ! સૌથી વધુ ૨.૧૦ લાખ વાહનો વેચાયા છે. જેની સરખામણીએ ડીઝલથી ચાલતા ! વાહનો તેનાથી અડધા ૧૦૫ લાખ વેચાયા છે.
મોંઘા ઈધણ અને ભવિષ્યની અસુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના અનેક ગ્રાહકો હવે પર્યાવરણને અનુકૂળ અને આ થક રીતે પરવડે તેવા વિકલ્પો શોધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રાજ્યની વિવિધ ડિલરશિપ પર ઈલેક્ટ્રિક વાહનો માટેની પૂછપરછમાં ૨૦૦થી ૩૦૦ ટકા સુધીનો અભૂતપૂર્વ વધારો થયો છે. જોકે વેચાણના આંકડા મુજબ વેંચાણમાં ૧૧૧ ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. માર્ચ ૨૦૨૫ અને ૨૦૨૬ વચ્ચેના આંકડાની સરખામણી કરતા જણાય છે કે ઈવી સેક્ટરમાં ગ્રોથ ડબલ થયો છે. માર્ચ ૨૦૨૫માં ગુજરાતમાં કુલ ૫,૨૭૧ ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા, જે આ વર્ષે એટલે કે માર્ચ ૨૦૨૬માં વધીને ૧૧,૧૨૬ પર પહોંચ્યા છે.
આ વર્ષે કયા રાજ્યમાંથી કારનું સૌથી વધુ વેચાણ?
રાજ્ય કારનું વેંચાણ
ઉત્તર પ્રદેશ ૩.૧૩ લાખ
મહારાષ્ટ્ર ૨.૮૯ લાખ
ગુજરાત ૧.૯૨ લાખ
રાજસ્થાન ૧.૮૨ લાખ
કર્ણાટક ૧.૮૦ લાખ
મધ્ય પ્રદેશ ૧.૬૪ લાખ
તામિલનાડુ ૧.૫૯ લાખ
હરિયાણા ૧.૫૮ લાખ
પંજાબ ૧.૧૦ લાખ
ગુજરાતમાં આ વર્ષે વાહનોના રજિસ્ટ્રેશન
મહિનો વા.રજિ.
જાન્યુઆરી ૨.૦૯ લાખ
ફેબ્રુઆરી ૧.૭૪ લાખ
માર્ચ ૧.૯૨ લાખ
એપ્રિલ ૧.૬૪ લાખ
મે ૧.૫૮ લાખ
આ વર્ષે ઈધણના પ્રકાર પ્રમાણે વાહનોનું વેચાણ
પ્રકાર વેચાણ
સીએનજી ૪૧૮૮૩
ડીઝલ ૧.૦૫ લાખ
ડીઝલ/હાઈબ્રિડ ૫૫૮
પેટ્રોલ ૨.૧૦ લાખ
પેટ્રોલ/સીએનજી ૧૩૮૭૮
ઈવી ૯૩૯૩૫
હાઈબ્રિડ ઈવી ૩૭૭૬
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
