તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ફાયરિંગથી ૨ મહિલા સહિત ૬નાં મોત
હોટેલ માલિક અને તેમના પુત્રનું પણ મોત

ગુવાહાટી,તા.૨૭: આસામના ગુવાહાટીમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની એક હોટેલ 'બિલાસ ઇન'માં ગોળીબારની ઘટના બની છે, જેમાં ઓછામાં ઓછા ૬ લોકોનાં મોત થયાં છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ ઘટના સોમવાર, ૨૬ ઓકટોબરની રાત્રે ૯ વાગ્યે બની હતી. ગોળીબારના સમાચાર મળતાં જ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસ આરોપીઓની શોધ કરી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોમાં ૨ મહિલાઓ પણ સામેલ હોવાનું કહેવાય છે. ગુવાહાટીના પોલીસ કમિશનરે ૬ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે.
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ગોળીબારમાં જીવ ગુમાવનારા લોકોમાં હોટેલ બિલાસ ઇનનાં માલિક હેલેના ભરાલી અને તેમના પુત્રનો પણ સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતીમાં આ ઘટના પાછળ મિલકતના વિવાદની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું કારણ સ્પષ્ટ થઈ શકશે.
ગોળીબારમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે ગુવાહાટી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં હોટેલનો એક કર્મચારી પણ સામેલ હોવાનું કહેવાય છે, જેને ગોળી વાગી છે.
ઘટનાની જાણ થતાં જ ગુવાહાટીના પોલીસ કમિશનર પાર્થ સારથી મહંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે તપાસ શરૃ કરી દીધી છે અને ગોળીબાર પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
હાલમાં એ સ્પષ્ટ થયું નથી કે હોટેલમાં ગોળીબાર કયા કારણોસર થયો હતો અને તેમાં કેટલા લોકો સામેલ હતા. પોલીસ આરોપીઓની ઓળખ અને તેમની ધરપકડ કરવા માટે કાર્યવાહી કરી રહી છે
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
