તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th August 2026
ગુજરાતમાંથી ૫૪૭ બાળકને દત્તક અપાયાઃ સમગ્ર દેશમાં બીજા નંબરે
બાળકની ઉપલબ્ધતા ઉપર દત્તક લેવામાં લાગતો સમય

નવી દિલ્હી તા.૧૩: બાળકોને દત્તક લેવા માટે અનેક દંપતીઓ આતુર હોય છે, પરંતુ બાળકોનો દુરુપયોગ કે શોષણ થાય નહીં તે માટે તેમને દત્તક આપવાના કાયદા અને પ્રક્રિયામાં કડક ચકાસણી કરાય છે. તેની વચ્ચે વર્ષ ૨૦૨૫-૨૬માં સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સિસ ઓથોરિટી(કારા) થકી દત્તક અપાયેલા બાળકોની સંખ્યામાં ગુજરાત દેશમાં બીજા નંબરે છે.
કારા દ્વારા મિશન વાત્સલ્ય પોર્ટલ અંતર્ગત બાળકોને દત્તક આપવાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી રાજ્ય સરકાર સાથે પણ તેનું સંકલન કરવામાં આવે છે. રાજ્યસભામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ગુજરાતમાંથી કુલ ૫૪૭ બાળકને દત્તક લેવામાં આવ્યા હતા. બાળકોને ભાવિ માતા-પિતાને દત્તક આપવામાં લાગતો સમય દત્તક આપવા માટેના બાળકોની ઉપલબ્ધતા અને કેટલી ઉંમરના બાળકોને દત્તક લેવા છે તેની ઉપર પણ નિર્ભર કરે છે.
દેશમાં સૌથી વધુ બાળકો દત્તક લેવાયા હોય તેવા રાજ્યમાં મહારાષ્ટ્રમાંથી ૭૯૨, ગુજરાતમાંથી ૫૪૭, તમિલનાડુમાંથી ૫૦૧, કર્ણાટકમાંથી ૩૭૭, ઓરિસ્સા માંથી ૩૦૮, તેલંગાણામાંથી ૩૦૭, પヘમિ બંગાળમાંથી ૨૩૭, ઉત્તરપ્રદેશમાંથી ૨૩૧, મધ્યપ્રદેશમાંથી ૨૨૧, આસામમાંથી ૧૮૬, રાજસ્થાનમાંથી ૧૭૨, કેરળમાંથી ૧૭૦, આંધ્રપ્રદેશમાંથી ૧૪૦, બિહારમાંથી ૧૨૫, છત્તીસગઢમાંથી ૧૧૪, દિલ્હીમાંથી ૧૦૯ અને મિઝોરમમાંથી ૭૮ સહિત અન્ય રાજ્યમાંથી પણ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા. મિશન વાત્સલ્ય અંતર્ગત અનાથ સહિતના બાળકોને શિક્ષણ સહિત રહેણાકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. કારા દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાળકોને દત્તક આપવાની સંખ્યામાં વધારો થાય તે માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે અને તેની પ્રક્રિયા અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
