તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં ૫.૪ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ફેલાયો ભારે ફફડાટ
ધરતી ધ્રૂજતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા, સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નહીં, વહીવટી તંત્ર દ્વારા રાહત ટુકડીઓ તૈનાત

ઈસ્લામાબાદ : પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં શનિવારે સવારે ૫.૪ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. યુરોપીયન મેડીટેરીયન સીસ્મોલોજિકલ સેન્ટરના અહેવાલ મુજબ, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર ૨૨ માઈલની ઊંડાઈએ હતું, જેના કારણે ધરા ધ્રૂજી ઉઠી હતી. જોકે, સદ્નસીબે આ આંચકામાં હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ભૂકંપનો આંચકો અનુભવાતા જ ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થળોએ દોડી આવ્યા હતા. વર્ષ ૨૦૦૫માં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવેલો ૭.૬ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ અને ૨૦૧૩માં બલુચિસ્તાનનો ૭.૭નો આંચકો હજુ પણ લોકોની સ્મૃતિમાં તાજો હોવાથી, આ આંચકાને કારણે નાગરિકોમાં ગંભીર ચિંતા અને ફફડાટ જોવા મળ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સરકાર દ્વારા તુરંત જ વિવિધ વિસ્તારોમાં રાહત અને બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ નુકસાન થયું છે કે કેમ તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેથી જરૂર જણાયે તાત્કાલિક મદદ પહોંચાડી શકાય.
હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં જણાઈ રહી છે, પરંતુ પ્રશાસન દ્વારા લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. ભૂકંપના આંચકા બાદ આફટર શોક્સની શક્યતાને જોતા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. નાગરિકોને ગભરાયા વગર સરકારી માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
