News of Sunday, 4th October 2026
દિલ્હીમાં જર્જરિત મકાન ધરાશાયી થતા ૫૦ વર્ષીય વ્યક્તિનું મોત અને યુવાન ગંભીર: કોંગ્રેસના પ્રહાર
જ્વાલાપુરીમાં દુર્ઘટના બાદ પ્રદેશ પ્રમુખ દેવેન્દ્ર યાદવે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠાવીને ઘાયલ યુવાન માટે સરકારી નોકરી અને આર્થિક સહાયની માંગ કરી

નવી દિલ્હી : દિલ્હીના નાંગલોઈ વિધાનસભા મતવિસ્તારના જ્વાલાપુરી કોલોનીમાં ૧૯૭૭નું બનેલું એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થવાથી ૫૦ વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે અને એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે, જેના કારણે દિલ્હી પ્રદેશ કોંગ્રેસે સરકાર સામે ભારે આક્રમક વલણ અપનાવ્યું છે.
ઘટનાસ્થળે પહોંચીને અસરગ્રસ્ત પરિવાર સાથે મુલાકાત કરનાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દેવેન્દ્ર યાદવે આક્ષેપ કર્યો હતો કે અકસ્માત સમયે વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ મોડા પહોંચી હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓએ જ સ્વયંભૂ આગળ આવીને કાટમાળમાંથી ઘાયલ યુવાન અને મૃતદેહ બહાર કાઢવા પડ્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે આ વિસ્તારમાં મોંઘવારી અને બેરોજગારીના કારણે નબળી આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતા પરિવારો માટે જૂના મકાનોનું સમારકામ કરવું અશક્ય બન્યું છે અને મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને લીધે ગરીબોના જીવન જોખમમાં મુકાયા છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા સરકારે જર્જરિત મકાનોની ઓળખ કરીને ગરીબ પરિવારોને સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવી છે, ત્યારે આ દુર્ઘટના બાદ હવે પ્રશાસન દ્વારા આગામી સમયમાં સુરક્ષા અને પુનઃનિર્માણ માટે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
