<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

સોનુ મોંઘુ થતાં રિસાયકલ્‍ડ ગોલ્‍ડ કામકાજમાં ૫૦ ટકા વૃદ્ધિ

ગ્રાહકોમાં લાઇટ વેઈટ કેરેટની ખરીદીની નવી પેટર્ન ઊભરી રહી છે

અમદાવાદ તા.૧૧: તાજેતરમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી દ્વારા બિનજરૂરી સોનું ન ખરીદવાની કરવામાં આવેલી અપીલની બજાર પર અસર જોવા મળી છે. પરંતુ ભારતીય પરંપરા હેઠળ જવેલરી કે રોકાશ હેતુથી મોટો ઘટાડો થયો નથી પરંતુ જ્‍વેલરીમાં મોટાભાગના લોકો જુનુ સોનું આપી નવું સોનું ખરીદી રહ્યા છે. એટલે કે રિસાયકલ્‍સ ગોલ્‍ડમાં સરેરાશ ૫૦ ટકાથી વધુ વધારો થયો હોવાનું રત્‍નમ જજ્‍વેલર્સના એમડી પ્રિયંક ભંસાલીએ જણાવ્‍યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેશમાં સોનાની આયાતમાં ઘટાડો અવશ્‍ય થયો છે પરંતુ જવેલરીના વેચાણ પર મોટી અસર જોવા મળી નથી.

તહેવારોની સિઝન શરૂ થઈ છે અને ત્‍યારબાદ મેરેજ સિઝન શરૂ થશે તેને ધ્‍યાનમાં લઈ ઉપરાંત સોનાની કિમતોમાં સતત વધારો થવાના કારણે મોટાભાગના લોકો ધીમી ગતીએ ખરીદી જાળવી રહ્યાં છે. પરંતુ ખરીદીની પેટર્નમાં બદલાવ આવ્‍યો છે જેમકે મોટાભાગના લોકો હવે લગ્ન કે તહેવારોમાં હેવીવેઇટ જ્‍વેલરીના બદલે લાઈટવેઈટ જવેલરીનો આગ્રત રાખી રહ્યા છે. સરકાર દ્વારા ૯ કેરેટના દાગીનાને પણ મંજૂરી આપવામાં આવી છે ત્‍યારે ૯, ૧૪ અને ૧૮ કેરેટ એમ ઓપાન બન્‍યા છે. લાઇટવેઇટ જવેલરીમાં મૂલ્‍ય ઓછું હોવાથી આકર્ષણ જળવાયું છે

સિલ્‍વર-પ્‍લેટિનમ જવેલરીનું આકર્ષણઃ સોનાની સતત વધી રહેલી કિમતોના કારણે સામાન્‍ય લોકો માટે હવે ખરીદી સપનું બની રહ્યું છે ત્‍યારે તેના વૈકલ્‍પિક સિલ્‍વર જવેલરીનો ટ્રેન્‍ડ વધ્‍યો છે. છેલ્‍લા કેટલાક સમયમાં સિલ્‍વર જવેલરીમાં આકર્ષક ડિઝાઇન અને તેમાં પણ સરકાર દ્વારા યુએચડીઆઇ શરૂ કરવાના પ્રાધાન્‍યને લઇને સેક્‍ટરને વેગ મળશે. ગોલ્‍ડ ઉપરાંત પ્‍લેટિનમમાં પણ રોકાણકારોનો ઉત્‍સાહ વધી રહ્યો છે.સોનાની સતત વધી રહેલી કિમતોના કારણે સામાન્‍ય લોકો માટે હવે ખરીદી સપનું બની રહ્યું છે ત્‍યારે તેના વૈકલ્‍પિક સિલ્‍વર જવેલરીનો ટ્રેન્‍ડ વધ્‍યો છે. છેલ્‍લા કેટલાક સમયમાં સિલ્‍વર જવેલરીમાં આકર્ષક ડિઝાઇન અને તેમાં પણ સરકાર દ્વારા યુએચડીઆઇ શરૂ કરવાના પ્રાધાન્‍યને લઇને સેક્‍ટરને વેગ મળશે. ગોલ્‍ડ ઉપરાંત પ્‍લેટિનમમાં પણ રોકાણકારોનો ઉત્‍સાહ વધી રહ્યો છે.

(10:05 AM IST)