તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th August 2026
બિહારના સુપ્રસિદ્ધ પૌરાણિક અશોકધામ મંદિરમાં શ્રાવણના સોમવારે જળાભિષેક માટે ઉમટેલી ૫૦ હજારની ભીડમાં વીજળીના કરંટની અફવા ફેલાતા કાળજું કંપાવનારી અત્યંત ભયાનક નાસભાગ: કચડાઈ જવાથી ૭ શિવભક્તોના કરુણ મોત: ૧૨ ગંભીર ઈજાગ્રસ્ત

પટણા: બિહારના લખીસરાય સ્થિત પ્રાચીન અશોકધામ મંદિરમાં સોમવારે વહેલી સવારે કરુણ દુર્ઘટના ઘટી છે. શ્રાવણના ત્રીજા સોમવાર નિમિત્તે અંદાજે પચાસ હજાર શ્રદ્ધાળુઓ જળાભિષેક માટે એકઠા થયા હતા.
સવારે સાડા છ વાગ્યે એકસાથે બે ટ્રેન આવતા ભીડ બેકાબૂ બની હતી. રેલવે સ્ટેશનથી મંદિર જવાના માર્ગ પર વીજળીનો થાંભલો પડ્યો હતો. તેમાં કરંટ હોવાની અફવા ફેલાતા ભક્તોમાં અચાનક ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જીવ બચાવવા દોડતા અનેક લોકો એકબીજાના પગ નીચે કચડાઈ ગયા હતા. આ ગોઝારી દુર્ઘટનામાં સાત શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બાર જેટલા ગંભીર ઈજાગ્રસ્તોને સદર હોસ્પિટલમાં ખસેડાયા છે.
સ્થાનિકોએ દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક પહોંચીને રાહત કામગીરી હાથ ધરી હતી. તબીબોના મતે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.
(9:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
