News of Wednesday, 18th November 2026
CBSE ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં ૫ વિષય ફરજિયાત, છઠ્ઠુ સ્કિલ્ પેપર
શાળા શિક્ષણને વધુ સરળ અને સહજ બનાવતો CBSEનો મહત્વનો નિર્ણય : વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયમાં નાપાસ થાય તો સ્કિલ પેપરના આધારે પાસ જાહેર થઈ શકશે

નવી દિલ્હી,તા.૧૮: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુરુવારે પરીક્ષા માળખા અંગે એક મહત્વપૂર્ણ અને દૂરગામી સ્પષ્ટતા જાહેર કરી છે. જે દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટી રાહત સમાન છે. સેન્ટ્રલ બોર્ડે એક પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે હાલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ૨૦૨૮માં લેવાનારી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પાંચ ફરજિયાત વિષયોની પરીક્ષા આપવાની રહેશે. પરંતુ તેમની પાસે એક વધારાના સ્કિલ પેપરનો વિકલ્પ પણ રહેશે. આ સ્કિલ પેપર એટલું મહત્વનું બનશે કે જો વિદ્યાર્થી ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયમાં નાપાસ થાય તો પણ તેના આધારે પાસ જાહેર થઈ શકશે.
આ જોગવાઈ વિશેષ કરીને ૨૦૨૨-૨૭ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લાગુ પડે છે, જેઓ ૨૦૨૮માં પોરણ-૧૦ની બોર્ડે પરીક્ષા આપશે. ઘ્ગ્લ્ચ્એ સ્પષ્ટ કર્યું છે કે તેની અસર હાલના ધોરણ-૧૦ની બેંચ પર પડશે નહીં. વિદ્યાર્થીઓમાં સમયસર પોતાની તૈયારીનું આયોજન કરી શકે તે હેતુથી બોર્ડે બે વર્ષ અગાઉથી જ આ જાહેરાત કરી દીધી છે.
CBSEના સુત્રોના જણાવ્યા અનુસાર આ પરિપત્રનો મુખ્ય હેતુ હાલની ધોરણ-૯ની બેચના વિદ્યાર્થીઓને તેઓ ધોરણ-૧૦માં પ્રવેશે તે પહેલાં સંપૂર્ણ સ્પષ્ટતા આપવાનો છે. શૈક્ષણિક અને પરીક્ષા સંબંધિત તમામ જોગવાઈઓ અગાઉથી સ્પષ્ટ રીતે જણાવવામાં આવે તે જરૂરી છે. સેન્ટ્રલ બોર્ડનો ભાર માત્ર પરીક્ષાઓ પર નહી, પરંતુ અર્થપૂર્ણ અને જીવનલક્ષી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર છે. શિક્ષણવિદોના મતે, આ નિર્ણયથી એવા વિદ્યાર્થીઓને સૌથી વધુ ફાયદો થશે જેઓ પરંપરાગત વિષયોમાં નબળા હોય પરંતુ ITI રિટેલ, હેલ્થકેર કે ઓટોમોબાઇ લ જેવા કોઈ વિશેષ કૌશલ્યમાં નિપુણ હોય. હવે એક વિષયમાં નિષ્ફળતા આખા વર્ષને બગાડશે નહીં અને ડ્રોપઆઉટનું પ્રમાણ પણ ઘટશે
પાંચ ફરજિયાત વિષયો કયા હશે? સ્કિલ પેપર કેવી રીતે બચાવશે?
નવી યોજના હેઠળ, બે ભાષાઓ, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એમ કુલ પાંચ વિષયો બોર્ડ પરીક્ષાના ફરજિયાત વિષયો રહેશે. જોકે, વિદ્યાર્થીઓએ શાળા સ્તરે કુલ નવ ફરજિયાત અભ્યાસક્રમ વિષયોનો અભ્યાસ કરવો પડશે. જેમાં ત્રીજી ભાષા, કલા શિક્ષણ, શારીરિક શિક્ષણ અને સુખાકારી, અને વ્યાવસાયિક શિક્ષણનો પણ સમાવેશ થાય છે. સૌથી મહત્વનો મુદ્દો સ્કિલ પેપરને લગતો છે. જો કોઈ વિદ્યાર્થી મુખ્ય ત્રણ વિષયો ગણિત, વિજ્ઞાન કે સામાજિક વિજ્ઞાનમાંથી કોઈ એકમાં નાપાસ થાય છે. તો તે વધારાના છઠ્ઠ સ્કિલ વિષયના માર્ક્સના આધારે પાસ ગણાઈ શકશે. આ નિયમથી પરીક્ષાનો ભય અને તણાવ નોંધપાત્ર રીતે ઘટશે અને વિદ્યાર્થીઓ પરનો માનસિક બોજ હળવો થશે. ઘણા વિદ્યાર્થીઓ ગણિત જેવા વિષયના ડરથી ભણવાનું છોડી દે છે, તેમના માટે આ નિર્ણય જીવન બદલી નાખનારો સાબિત થશે.
પુસ્તકિયા જ્ઞાનની સાથે કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મૂકાયો
CBSEએ વોકેશનલ એજ્યુકેશન માટે પણ બે સ્પષ્ટ માર્ગો આપ્યા છે. વિદ્યાર્થીઓ શાળા આધારિત મૂલ્યાંકન અથવા બોર્ડ પરીક્ષા દ્વારા રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સ્કિલ સર્ટિફિકેશન મેળવવા વચ્ચે પસદગી કરી શકશે. આ સર્ટિફિકેશન ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કે રોજગારમાં સીધો ફાયદો કરાવશે આ પગલું શિક્ષણ નીતિના અમલીકરણમાં મહત્વપૂર્ણ પગલું છે, જેમાં પુસ્તકિયા જ્ઞાનની સાથે કૌશલ્ય આધારિત શિક્ષણ પર ભાર મુકવામાં આવ્યો છે. બોર્ડનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સ મેળવવા પુરતા સીમિત ન રાખતા, તેમને રોજગારલક્ષી કૌશલ્યોથી સજ્જ કરીને આત્મનિર્ભર બનવાનો છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
