<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

દુબઈમાં બેઠેલા પાકિસ્તાનના આદેશથી થાઈલૅન્ડમાંથી 5 ભારતીય નાગરિકોનું અપહરણ : 1. 20 કરોડ માંગ્યા

પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સીસીટીવી કેમેરાની ફૂટેજમી મદદથી પટ્ટાયામાં એક બે માળની બિલ્ડિંગ પર દરોડો પાડ્યો અને ત્રણેય ભારતીય યુવાનોને સહી સલામત છોડાવ્યા

થાઇલેન્ડમાં એક સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે, જ્યાં 5 ભારતીય નાગરિકોએ જ પોતાના દેશના 3 પ્રવાસીઓનું અપહરણ કરી લીધું હતું. આ સમગ્ર કાવતરું દુબઈમાં બેઠેલા એક પાકિસ્તાની નાગરિકના ઇશારે ઘડવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓએ ત્રણેય પીડિતોના પરિવારજનો પાસેથી કરોડો રૂપિયાની માંગણી હતી. જોકે, થાઇલેન્ડ પોલીસ અને ભારતીય દૂતાવાસના સમયસરના સંકલનને કારણે ત્રણેય યુવાનોને સુરક્ષિત બચાવી લેવાયા છે. 

અહેવાલો મુજબ, અટકાયત કરવામાં આવેલા 5 શંકાસ્પદ આરોપીઓની ઓળખ અવતાર સિંહ (38), જગજીત સિંહ (38), રામબાલક કુમાર (24), સુખબીર સિંહ (37) અને કુલરા સિંહ (27) તરીકે થઈ છે.

તપાસ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ પાછલા એક મહિનાથી એક સોશિયલ ચેટ એપ્લિકેશન દ્વારા દુબઈમાં રહેતા એક પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા. આ પાકિસ્તાની નાગરિકે જ તેમને આ ત્રણેય ભારતીય ટુરિસ્ટ્સને કિડનેપ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

અપહરણકર્તાઓએ અપહૃત ત્રણેય ભારતીયો—મોહિત (23), આશિષ (24) અને હિમાંશુ (20)—ના પરિવારો પાસે પ્રતિ વ્યક્તિ રૂ. 40 લાખ (કુલ રૂ. 1.20 કરોડ) ની ફિરૌતી માગી હતી. આ રકમ કોઈ બેંક એકાઉન્ટમાં નહીં પરંતુ ક્રિપ્ટોકરન્સી સ્વરૂપે મેળવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કાયદાકીય એજન્સીઓ પૈસાનું ટ્રેકિંગ ન કરી શકે.

પાકિસ્તાની માસ્ટરમાઇન્ડે કિડનેપર્સને આ કામ પૂરું કરવા બદલ કિંમતી સામાન, રોકડ રકમ અને થાઇલેન્ડ છોડીને ભાગવા માટે એર ટિકિટ્સ આપવાની લાલચ આપી હતી.

આ સમગ્ર ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીડિતોના પરિવારોએ તાત્કાલિક થાઇલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો. દૂતાવાસે 21 જુલાઈના રોજ ચોનબુરી ઇમિગ્રેશન પોલીસ અને પટ્ટાયા સિટી પોલીસને ઘટનાની જાણ કરી.

પોલીસે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ અને સીસીટીવી કેમેરા ફૂટેજ ફંગોળીને પટ્ટાયામાં આવેલી એક બે માળની બિલ્ડિંગ પર દરોડો પાડ્યો હતો અને ત્રણેય ભારતીય યુવાનોને સહી સલામત છોડાવ્યા હતા.

બીજી તરફ, અપહરણ કરનારા તમામ 5 ભારતીય આરોપીઓ થાઇલેન્ડથી વિદેશ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. પરંતુ 'બેંગકોક પોસ્ટ'ના અહેવાલ મુજબ, ક્લોંગ તાન ની એક હોટેલમાંથી બેંગકોક પોલીસે તમામ 5 કૌભાંડીઓની ધરપકડ કરી લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ થાઇલેન્ડમાંથી એનઆઈએ (NIA) નો વોન્ટેડ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવતો ગેંગસ્ટર સાહિલ ચૌહાણ ઝડપાયો હતો, જેને બાદમાં ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો હતો.

(2:02 PM IST)