તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd April 2026
વિશ્વનાં ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૪૯ ભારતનાં
ઓડિશાનાં બાલનગીર અને તાલચેર ૪૪ ડિગ્રી સેલ્સિયસ સાથે ટોચના ક્રમે : બિહાર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશાનાં ઘણાં શહેરો ટોચનાં ૫૦ શહેરોમાં હતાં

નવી દિલ્હી,તા.૨૩: લાઇવ વેધર રેન્કિંગના રિયલટાઇમ ડેટા અનુસાર ગઈ કાલે વિશ્વનાં ૫૦ સૌથી ગરમ શહેરોમાંથી ૪૯ ભારતનાં હતાં. ઓડિશાનાં બાલનગીર અને તાલચેર ૪૪ ડિગ્રી સેલ્સિયસ સાથે ટોચના ક્રમે હતાં. બિહાર, ઉત્તર પ્રદેશ, પヘમિ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશાનાં ઘણાં શહેરો ટોચનાં ૫૦ શહેરોમાં હતાં. થાઇલેન્ડનું ટાક ટોચનાં ૫૦માં એકમાત્ર બિનભારતીય શહેર છે જે ૨૭મા ક્રમે હતું.
ભારત વિશ્વની નિર્વિવાદ ગરમીની રાજધાની બની ગયું છે જે આ મહિને સબ-કોન્ટિનેન્ટમાં ગરમીના સંકટના અસાધારણ સ્કેલને ઉજાગર કરે છે. એમાં બિહાર, ઓડિશા, પヘમિ બંગાળ અને ઉત્તર પ્રદેશનાં શહેરો વૈશ્વિક રેન્કિંગમાં આગળ છે. આ યાદીમાં બિહારનું ભાગલપુર, ઓડિશાનું તાલચર અને પヘમિ બંગાળનું આસનસોલ મોખરે હતાં જ્યાં દરેકમાં ૪૪ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બિહારનાં બીજાં શહેરો બેગુસરાય, મુંગેર, મોતીહારી, ભોજપુર અને સિવાન તેમ જ પヘમિ બંગાળ અને પૂર્વી ઉત્તર પ્રદેશનાં અનેક સ્થળોમાં ૪૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ તાપમાન હતું
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
