<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

ઈરાની સંસદ દ્વારા ટ્રમ્પ અને નેતન્યાહુની હત્યા માટે ૪૮૨ કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત બાદ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સામે યુદ્ધની પ્રચંડ તૈયારીઓ પૂર્ણ

વળતા પ્રહાર માટે અમેરિકી દળો સંપૂર્ણ સજ્જ હોવાની વાઇસ પ્રેસિડેન્ટ વેન્સની ચેતવણી વચ્ચે અમેરિકી સેનેટમાં પ્રેસિડેન્ટની સત્તા મર્યાદિત કરતો અને સૈન્ય કાર્યવાહી રોકતો પ્રસ્તાવ સાતમા પ્રયાસે પસાર કરાયો

વોશિંગ્ટન: ઈરાનની સંસદ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલના વડાપ્રધાનની હત્યા માટે પચાસ મિલિયન યુરો (૪૮૨.૮૩ કરોડ રૂપિયા)નું ઇનામ જાહેર કરતા કાયદા પર મતદાન થવા જઈ રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયેલ અને અમેરિકાએ ઈરાન સામે ફરી લશ્કરી કાર્યવાહી શરૂ કરવા માટે તેમની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને સેનાને અત્યંત હાઈ એલર્ટ પર રાખી છે.

 

પ્રાપ્ત સત્તાવાર અહેવાલો અનુસાર ઈરાન સરકાર તેમના અગાઉના જોખમી નિવેદનોને કાયદાકીય રૂપ આપવા જઈ રહી છે. ઈરાનની સંસદ એક એવા ખરડા પર મતદાન કરશે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યા કરનારને પચાસ મિલિયન યુરોનું જંગી ઇનામ આપવાની જોગવાઈ છે.

 

 આ ઘટનાક્રમ વચ્ચે ઇઝરાયેલે ઈરાન સાથેના વર્તમાન યુદ્ધવિરામ બાદ દેશમાં સૌથી વધુ લશ્કરી તકેદારી વધારી દીધી છે. અમેરિકી અને ઇઝરાયેલી દળોએ ઈરાન સામે સંભવિત નવેસરથી સૈન્ય અભિયાન શરૂ કરવા માટેની ઓપરેશનલ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. નજીકના ભવિષ્યમાં જ લશ્કરી ગતિવિધિઓ ફરી શરૂ થવાની પ્રબળ સંભાવનાઓ છે. 

 

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાન્સે પણ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અમેરિકી સૈન્ય ઈરાન યુદ્ધ ફરી શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને તૈયાર છે. 

 

બીજી તરફ અમેરિકન સેનેટમાં એક મહત્વપૂર્ણ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. સેનેટે એક યુદ્ધ સત્તા ઠરાવને આગળ ધપાવવા માટે મતદાન કર્યું છે. સાત નિષ્ફળ પ્રયાસો બાદ પ્રથમ વખત આ ઠરાવ પસાર થયો છે જે  પ્રેસિડેન્ટ ટ્રમ્પને ઈરાનમાં લશ્કરી ઝુંબેશ અટકાવવા માટે અટકાવી કરી શકે છે, સિવાય કે તેમને અમેરિકન સંસદ - કોંગ્રેસ તરફથી સ્પષ્ટ અને ઔપચારિક મંજૂરી મળે. 

 

(9:38 AM IST)