તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
ભારતમાં ૪૭ડીગ્રી ગરમી... બ્રિટનમાં ૩૪ડીગ્રી પર હાલ બેહાલ...૮૨ વર્ષનો તૂટયો રેકોર્ડ
સરકારને ‘હીટ હેલ્થ એલર્ટ' જાહેર કરવું પડયું

નવી દિલ્હી,તા.૨૭: ભારતમાં લોકો ૪૭ ડિગ્રીની અંગ દઝાડતી ગરમીથી પરેશાન છે. દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં બપોરના સમયે કરફયુ જેવો માહોલ બની જાય છે. ગરમીથી રસ્તાઓ પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. લૂ (હીટવેવ) અને પાવર કટ (વીજળી કાપ) વચ્ચે લોકોની હાલત ખરાબ છે. પરંતુ બીજી તરફ, બ્રિટન (UK) માં માત્ર ૩૪ ડિગ્રી તાપમાને જ લોકોને બેહાલ કરી દીધા છે. ત્યાં મે મહિનામાં ૮૨ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે અને સરકારને 'હીટ હેલ્થ એલર્ટ' જાહેર કરવું પડ્યું છે.
ભારતમાં દર વર્ષે મે-જૂનની ગરમી લોકો માટે કોઈ પરીક્ષાથી કમ નથી હોતી. રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં તાપમાન ૪૭ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં હીટવેવ (લૂ) અને સીવિયર હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે.
IMD ના અહેવાલ મુજબ, સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. વિદર્ભ વિસ્તારના ચંદ્રપુર જિલ્લાનું બ્રહ્મપુરી સોમવારે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યાં ૪૭.૬ઓઘ્ તાપમાન નોંધાયું છે. નાગપુરમાં ૪૬.૫ડીગ્રી, ભંડારા અને ગઢચિરોલીમાં ૪૬.૪ડીગ્રી, ગોંદિયામાં ૪૬.૧ડીગ્રી, જ્યારે ચંદ્રપુર અને વર્ધામાં ૪૬ડીગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યું છે. અકોલામાં ૪૫.૪ડીગ્રી અને અમરાવતીમાં ૪૫ઓઘ્ તાપમાન રહ્યું હતું.
યુકે (UK)માં મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સોમવારે લંડનના કેટલાક વિસ્તારોમાં તાપમાન ૩૪.૮ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. ક્યૂ ગાર્ડન્સ (Kew Gardens) માં નોંધાયેલા આ પ્રાથમિક આંકડાએ અત્યાર સુધીના સૌથી ગરમ 'બેંક હોલિડે સોમવાર' (Bank Holiday Monday) નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ પહેલાં ઓગસ્ટ ૨૦૧૯ના બેંક હોલિડે પર તાપમાન ૩૩.૩ડીગ્રી હતું.
વેલ્સ (Wales) માં પણ મે મહિનાનો અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો, જ્યાં ફિલન્ટશાયરના હાવર્ડન એરપોર્ટ પર તાપમાન ૩૨.૨ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગે ઇંગ્લેન્ડના કેટલાક ભાગોમાં તાપમાન ૩૫ડીગ્રી સુધી પહોંચવાની ચેતવણી જાહેર કરી છે. રવિવારે UK માં મે મહિનાની અત્યાર સુધીની સૌથી ગરમ રાત નોંધાઈ હતી, જ્યારે લંડનમાં તાપમાન ૧૯.૪ડીગ્રી સુધી પહોંચી ગયું હતું
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
