News of Friday, 23rd October 2026
સા.અરેબિયામાં ઉમરાહ માટે ગયેલા ૪૦૦૦ ભારતીયો ફસાયા
૩૦૦૦ ઉમરાહ યાત્રાળુઓ ઉપલબ્ધ ફલાઇટ્સ દ્વારા ભારત પરત ફર્યા

નવી દિલ્હી,તા.૨૩: સાઉદી અરેબિયામાં ઉમરાહ કરવા ગયેલા ચાર હજાર ભારતીયો ફસાયા છે. આ અંગે વિદેશ મંત્રાલયે અપડેટ આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પ્રભાવિત મુસાફરોની વહેલા પરત લાવવા રિયાધમાં ભારતીય દૂતાવાસ અને જેદ્દાહમાં ભારતીય કોન્સ્યુલેટ સંબંધિત એરલાઇન્સ અને ટૂર ઓપરેટરો સાથે સતત સંપર્કમાં છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોટા ભાગના ભારતીયો મક્કા મદીનામાં ફસાયા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહ દરમિયાન સાઉદી અરેબિયામાં ફસાયેલા લગભગ ૩૦૦૦ ઉમરાહ યાત્રાળુઓ ઉપલબ્ધ ફલાઇટ્સ દ્વારા ભારત પરત ફર્યા છે. જયસ્વાલે વધુમાં જણાવ્યું કે બાકીના ઉમરાહ યાત્રાળુઓને વહેલી તકે પરત લાવવાની વ્યવસ્થા કરવા માટે પણ ચર્ચાઓ ચાલી રહી છે.
જ્યારે ઑલ ઈન્ડિયા મજાલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું છે કે, લગભગ ૪૦૦૦ ભારતીય ઉમરાહ યાત્રાળુઓ છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મદીના, જેદ્દાહ અને મક્કામાં ફસાયેલા છે. તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ઓવૈસીના જણાવ્યા અનુસાર, તેમના ટ્રાવેલ એજન્ટોએ તેમને તેમના નસીબ પર છોડી દીધા છે. તેમજ એરલાઇન્સ મારફતે તે ત્યાં પહોંચ્યા હતા તે એરલાઇન્સને ડીજીસીએ હાલ હુમલાની સ્થિતીમાં ઉડાન ભરવાની મંજૂરી નથી આપી. તેમણે મદદ કરવા સરકારને અપીલ કરી છે
(9:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
