News of Friday, 19th June 2026
હિઝબુલ્લાહના હુમલામાં કમાન્ડર સહિત 4 ઈઝરાયેલી સૈનિકોના મોત :પીએમ નેતાન્યાહુએ લીધો મોટો બદલો
નેતાન્યાહુએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈઝરાયેલ પોતાના સૈનિકો પરના હુમલા સહન નહીં કરે અને હિઝબુલ્લાહ પાસે આની ભારે કિંમત વસૂલશે,

દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા એક કથિત ડ્રોન હુમલામાં ઈઝરાયેલી સેનાના એક ટેન્ક બટાલિયન કમાન્ડર સહિત ચાર સૈનિકોના મોત થતાં ઈઝરાયેલે આને યુદ્ધવિરામનું ઘોર ઉલ્લંઘન ગણાવ્યું છે. આ હુમલાના જવાબમાં વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ હિઝબુલ્લાહ પર "પૂરી તાકાત"થી વળતો પ્રહાર કરવાનો આદેશ આપ્યો, જેના પગલે ઈઝરાયેલી વાયુસેનાએ રાતોરાત લેબનોનની બેકા વેલીમાં આવેલા હિઝબુલ્લાહના મુખ્ય મથક સહિત 80થી વધુ આતંકી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને અનેક આતંકીઓ માર્યા ગયા છે. સૈન્ય પ્રમુખ સાથેની બેઠક બાદ નેતાન્યાહુએ કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ઈઝરાયેલ પોતાના સૈનિકો પરના હુમલા સહન નહીં કરે અને હિઝબુલ્લાહ પાસે આની ભારે કિંમત વસૂલશે, સાથે જ જ્યાં સુધી ઉત્તર ઈઝરાયેલ સુરક્ષિત ન થાય ત્યાં સુધી ઈઝરાયેલી સેના દક્ષિણ લેબનોનમાં તૈનાત રહેશે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
