તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
૭ વર્ષની છોકરીના પેટમાં અડધી-અડધી ૪ કિડનીઓ છે
સામાન્ય રીતે માણસના શરીરમાં બે કિડની હોય છે, પરંતુ આ કન્યાના શરીરમાં ૪ કિડની છે

લખનૌ,તા.૨૨: ઉત્તર પ્રદેશની ૭ વર્ષની એક છોકરીનો કિસ્સો ડોક્ટરને પણ અચંબિત કરનારો છે. સામાન્ય રીતે માણસના શરીરમાં બે કિડની હોય છે, પરંતુ આ કન્યાના શરીરમાં ૪ કિડની છે. જોકે એ ૪ પણ પાછી આખી નથી. ચારેય અડધી-અડધી અને એકબીજા સાથે જોડાયેલી અને ઓછી વિકસિત છે. મેડિકલ ભાષામાં એને ડુપ્લેક્સ કિડની કહેવાય.
સામાન્ય રીતે બે કિડનીમાંથી એક-એક નળી બહાર નીકળે છે, પણ આ કન્યાના શરીરમાં ચાર કિડનીઓ એકબીજામાં ભળેલી અને એમાંથી ચાર નળીઓ નીકળતી હોય એવી ગૂંચળાદાર રચના છે. નેફ્રોલોજિસ્ટોએ આ ગૂંચળાને રિપેર કરવા માટે રોબોટિક સર્જરી કરવાનો પ્લાન કર્યો છે.
(9:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
