<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભારતની UNSC દાવેદારીને ૪ દેશોનું સમર્થન

પોલેન્‍ડ, હંગેરી, સ્‍લોવાકિયા અને ચેક ગણરાજ્‍યે ભારતની સ્‍થાયી બેઠકની માગનું સમર્થન કર્યું : ચારેય દેશોએ ભારતને હિદ-પ્રશાંત ક્ષેત્રની ‘ઉભરતી મહાસત્તા' ગણાવીને કહ્યું કે તેને UNSCમાં સ્‍થાયી સભ્‍ય તરીકે સ્‍થાન મળવું જોઈએ

લંડનઃતા.૨૨:  સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની સ્‍થાયી સભ્‍યપદની દાવેદારીને મોટું આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્‍યું છે. પોલેન્‍ડ, હંગેરી, સ્‍લોવાકિયા અને ચેક ગણરાજ્‍યે ભારતની સ્‍થાયી બેઠકની માગનું સમર્થન કર્યું છે. ચારેય દેશોએ ભારતને હિદ-પ્રશાંત ક્ષેત્રની 'ઉભરતી મહાસત્તા' ગણાવીને કહ્યું કે તેને શ્‍ફલ્‍ઘ્‍માં સ્‍થાયી સભ્‍ય તરીકે સ્‍થાન મળવું જોઈએ. ભારત અને સ્‍૪ દેશોએ સંરક્ષણ, ટેક્રોલોજી, વેપાર, સંશોધન અને શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર પણ સહમતિ દર્શાવી છે.

સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એકવાર ભારતના સમર્થનમાં અવાજ ઉઠ્‍યો છે. UNSC એટલે કે સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્‍થાયી બેઠક મેળવવાના ભારતના પ્રયાસને મોટું સમર્થન મળ્‍યું છે. સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભા દરમિયાન ભારત અને યુરોપના વિસેગ્રાડ જૂથ (V4)ના ચાર દેશોના વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠક યોજાઈ હતી. તેમાં ચારેય દેશોએ ભારતની સ્‍થાયી સભ્‍યપદની દાવેદારીનું સમર્થન કર્યું છે. સાથે જ ભારતને ઉભરતી મહાસત્તા ગણાવ્‍યું છે. વિસેગ્રાડ જૂથમાં ચાર દેશો છે- પોલેન્‍ડ, હંગેરી, સ્‍લોવાકિયા અને ચેક ગણરાજ્‍ય.

હકીકતમાં, સંયુક્‍ત રાષ્ટ્ર મહાસભાના ૮૧મા સત્રથી અલગ ભારત અને વિસેગ્રાડ (Visegrad Group એટલે કે V4) દેશો પોલેન્‍ડ, હંગેરી, સ્‍લોવાકિયા અને ચેક ગણરાજ્‍યના વિદેશ મંત્રીઓની પ્રથમ સ્‍૪ૅત્‍ઁફુર્શી ફોર્મેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજકીય, આર્થિક, ટેક્‍નિકલ, સંરક્ષણ, સાંસ્‍કૃતિક અને બહુપક્ષીય સહયોગને વધુ મજબૂત કરવા પર સહમતિ બની છે. સ્‍લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્‍લાનારે કહ્યું કે પોલેન્‍ડ, હંગેરી, સ્‍લોવાકિયા અને ચેક ગણરાજ્‍ય ભારતની દાવેદારીના સમર્થનમાં એકજૂથ છે.

સ્‍લોવાકિયાના વિદેશ મંત્રી જુરાજ બ્‍લાનારે બેઠક બાદ કહ્યું કે, ‘અમે તમામ સ્‍૪ દેશો આ વાત પર સહમત છીએ કે ગ્‍લોબલ સાઉથનો હિસ્‍સો અને હિદ-પ્રશાંત ક્ષેત્રની ઉભરતી મહાસત્તા ભારત સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્‍થાયી સભ્‍ય તરીકે સ્‍થાન મેળવવું જોઈએ.' ચારેય મધ્‍ય યુરોપીય દેશોનું આ નિવેદન UNSCમાં ભારતની ભૂમિકા વધારવાના પ્રયાસ માટે મહત્‍વપૂર્ણ સમર્થન માનવામાં આવી રહ્યું છે. ભારત લાંબા સમયથી સુરક્ષા પરિષદમાં સ્‍થાયી સભ્‍યપદની માગ કરી રહ્યું છે.

વિદેશ મંત્રી એસ. જયશંકરે V4-ભારત વિદેશ મંત્રીઓની પ્રથમ બેઠકને ‘નવી ઐતિહાસિક તક' ગણાવી છે. બેઠકમાં ભારત અને ચારેય યુરોપીય દેશો વચ્‍ચે રાજકીય, આર્થિક, ટેકિનકલ, સંરક્ષણ અને લોકો વચ્‍ચેના સંપર્કને વધારવા પર સહમતિ બની છે. બંને પક્ષોએ દર વર્ષે વિદેશ મંત્રીઓની બેઠક યોજવા અને વાર્ષિક બિઝનેસ ફોરમ બનાવવાની પણ સહમતિ દર્શાવી છે.

એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને V4 દેશો ટેકનોલોજી અને ઇનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારવાની શક્‍યતાઓ શોધશે. સાથે જ હાલના સંરક્ષણ સહયોગને પણ મજબૂત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, ‘સંરક્ષણ ક્ષેત્રમાં તમામ સ્‍૪ દેશો સાથે અમારો ખૂબ મજબૂત ઇતિહાસ રહ્યો છે. અમે આ રેકોર્ડ અને સહયોગને ફરી મજબૂત કરવા અને આગળ વધારવા માગીએ છીએ છે.'

આ મહત્‍વપૂર્ણ બેઠકમાં અંતરિક્ષ, કનેક્‍ટિવિટી, સંશોધન, શિક્ષણ અને સાંસ્‍કૃતિક આદાન-પ્રદાન જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. ભારત અને આ ચારેય દેશો વચ્‍ચે લોકોના પરસ્‍પર સંપર્કને વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્‍યો હતો. જયશંકરે જણાવ્‍યું કે, ચારેય દેશોમાં મોટી સંખ્‍યામાં ભારતીય વિદ્યાર્થીઓ હાજર છે. વિદેશ મંત્રીઓની બેઠકમાં યુક્રેન સંઘર્ષ અને ખાડી ક્ષેત્રની સ્‍થિતિ સહિતના અનેક મોટા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.

એસ. જયશંકરે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર જણાવ્‍યું કે, ભારત અને સ્‍૪ દેશોએ રાજકીય સહયોગ વધારવા, આર્થિક સંબંધો મજબૂત કરવા અને ટેકનોલોજી, ઇનોવેશન, સંશોધન તથા શિક્ષણમાં ભાગીદારી વધુ ગાઢ કરવા પર સહમતિ દર્શાવી છે. તેમણે એમ પણ કહ્યું કે બંને પક્ષો સંરક્ષણ સહયોગને ફરી મજબૂત કરશે અને સાંસ્‍કૃતિક તથા લોકો વચ્‍ચેના સંબંધોનો વિસ્‍તાર કરશે. આ ઉપરાંત બહુપક્ષીય વ્‍યવસ્‍થા એટલે કે મલ્‍ટીલેટરલિઝમને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા પર પણ સહમતિ બની છે

(10:38 AM IST)