તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
મેરઠમાં ૩૬૭ કરોડ રૂપિયાનાં ટેક્સ રિફંડ કૌભાંડનો પર્દાફાશ
૩૦૦૦ ક્લાયન્ટ્સને ગેરકાયદે રિફંડ અપાવ્યું

મેરઠ, તા. ૨૦: આવકવેરા વિભાગે મેરઠમાં એક મોટા ટેક્સ રિફંડ ફ્રોડનો પર્દાફાશ કર્યો છે.
૩૦ વર્ષીય નૈન્સી અગ્રવાલે ૩૫૭ કરોડ રૂપિયાની ટેક્સ છેતરપિડી કરી છે. નૈન્સી અગ્રવાલે માધવપુરમ ક્ષેત્રનાં ઇન્દ્રા નગર સ્થિત પોતાના ૩૫ વર્ગ મીટરનાં ઘરમાંથી કામ કરીને ત્રણ વર્ષોમાં આવકવેરા એક્ટની કલમ ૮૦જીજીસીનો સિસ્ટેમેટિક રીતે ખોટો, ઉપયોગ કર્યો હતો.
આ કલમ લોકોને રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા ડોનેશન પર ટેક્સ કપાતનો દાવો કરવાની મંજૂરી આપી છે.
આરોપી સમગ્ર દેશમાં ફેલાયેલા ૩૦૦૦થી વધુ કલાયન્ટને ખોટી કપાત અને નકલી દાવાઓ દ્વારા ૬૫.૫ કરોડ રૂપિયાનું ગેરકાયદે રિફંડ અપાવવામાં સફળ રહી હતી.
તેણે કલાયન્ટ્સની તરફથી માન્યતા વગરનાં રાજકીય પક્ષોને મોટા પ્રમાણમાં ડોનેશન આપવાનું કાવતરુ ઘડયું હતું.
આવકવેરા વિભાગની ટીમે ૧૪-૧૫ જુલાઇ, ૨૦૨૫ના રોજ ૩૫૭ કરોડનાં ટેક્સ રિફંડ ફ્રોડનાં કેસોમાં દિલ્હી ચુંગી સ્થિત ગુપ્તા બ્રધર્સનાં ઘર અને રહેઠાણ અને ઈન્દ્રા નગર નિવાસી નૈન્સી અગ્રવાલને ત્યાં તપાસ કરી હતી.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
