<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

માત્ર ૨૭૯૯ રૂપિયામાં ૩૬૫ દિવસની વેલિડિટીઃ દરરોજ 3GB ડેટાઃ BSNLની શાનદાર ઓફર

BSNL યુઝર્સે હવે આખું વર્ષ પોતાના નંબર પર રિચાર્જ કરાવવું પડશે નહીં : સરકારી ટેલીકોમ કંપનીએ વર્ષભરની વેલિડિટીવાળો સસ્‍તો પ્‍લાન લોન્‍ચ કર્યો છે, જેમાં ઘણા બેનિફિટ્‍સ

નવી દિલ્‍હી તા.૧૧:  BSNL એ પોતાના કરોડો યુઝર્સ માટે તાજેતરમાં નવો વાર્ષિક પ્‍લાન લોન્‍ચ કર્યો છે. ભારત સંચાર નિગમ લિમિટેડના આ પ્‍લાનમાં યુઝર્સને દેશભરમાં અનલિમિટેડ કોલિંગ, ફ્રી નેશનલ રોમિગ સહિત અન્‍ય બેનિફિટ્‍સ મળે છે. સરકારી કંપનીએ આ પ્‍લાન ખાસ તેવા યુઝર્સ માટે ઉતાર્યો છે, જે વારંવાર રિચાર્જ કરાવવા ઈચ્‍છતા નથી. ખાનગી ટેલીકોમ કંપનીઓના મુકાબલે BSNL નો આ પ્‍લાન ૧૨૦૦ રૂપિયા સુધી સસ્‍તો છે.

કંપનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્‍ડલ પર પ્‍લાનની જાણકારી શેર કરી છે. ભારત સંચાર નિગમ લિમિટેડની પોસ્‍ટ પ્રમાણે BSNL નો આ પ્રીપેડ પ્‍લાન ૨૭૯૯ રૂપિયામાં આવે છે. તેમાં મળનાર બેનિફિટ્‍સની વાત કરીએ તો યુઝર્સને ૩૬૫ દિવસની વેલિડિટી મળે છે. આ પ્‍લાનમાં ભારતમાં અનલિમિટેડ કોલિગ અને ફ્રી નેશનલ રોમિગનો લાભ મળે છે. આ સિવાય યુઝર્સને ડેલી 3GB હાઈ જીબી ડેટા અને ૧૦૦ ફ્રી SMS ની ઓફર આપવામાં આવે છે. આ રીતે તેમાં યુઝર્સને કુલ 1095GB ડેટા મળે છે.

ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે જોડાયેલા અન્‍ય સમાચારની વાત કરીએ તો સરકારી ટેલીકોમ કંપનીએ પોતાની ૧ રૂપિયાવાળી ઓફરને ફરીથી નવા યુઝર્સ માટે શરૂ કરી છે. પાછલા વર્ષે ઓગસ્‍ટમાં કંપનીએ આ ઓફર લોન્‍ચ કરી હતી. કંપનીની ફ્રીડમ ઓફરમાં યુઝર્સને ૧ રૂપિયામાં ૩૦ દિવસની વેલિડિટી મળે છે. સાથે તેમાં ડેલી 2GB હાઈ સ્‍પીડ ડેટા, ૧૦૦ ફ્રી SMS અને દેશભરમાં અનલિમિટેડ કોલિગ, ફ્રી નેશનલ રોમિગ જેવા બેનિફિટ મળે છે.

BSNL ની આ ઓફર ખાસ કરી નવા યુઝર્સ માટે છે એટલે કે જે યુઝર્સ કંપનીનું નવું સિમ ખરીદે છે તેને આ ઓફરનો લાભ મળશે. કંપનીએ નેટવર્ક અનુભવ કરનાર માટે આ પ્‍લાન ઉતાર્યો છે, જેથી વધુમાં વધુ યુઝર્સ કંપની સાથે જોડાઈ શકે. 

(2:56 PM IST)