<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

પહેલી ઓક્‍ટોબરથી મુંબઈ એરપોર્ટની ૩૦ ટકા ઇન્‍ટરનેશનલ ફલાઇટ નવી મુંબઈ એરપોર્ટ પરથી ઓપરેટ થશે

મુંબઈ એરપોર્ટના ટર્મિનલ ૧ના રીડેવલપમેન્‍ટનું કામ શરૂ થવાનું હોવાથી નિર્ણય

મુંબઈ,તા.૨૮: પહેલી ઑક્‍ટોબરથી મુંબઈ આવતી ૩૦ ટકા ઇન્‍ટરનેશનલ ફલાઇટ નવી મુંબઈ ઇન્‍ટરનેશનલ ઍરપોર્ટ પરથી ઑપરેટ થશે. પહેલી ઑક્‍ટોબરથી મુંબઈ ઍરપોર્ટ પરનાં ઍર ઑપરેશન્‍સ બદલાવાનાં હોવાની માહિતી આપવામાં આવી છે. મુંબઈ ઍરપોર્ટના ટર્મિનલ ૧ના રીડેવલપમેન્‍ટનું કામ શરૂ થવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્‍યો છે જેથી મુંબઈ ઍરપોર્ટ પરનાં ઑપરેશન્‍સનું ભારણ ઓછું થઈ શકે અને ઍર ઑપરેશન્‍સ રાબેતા મુજબ ચાલુ રહી શકે. પચીસ ઑક્‍ટોબર પછી મુંબઈ ઍરપોર્ટનાં બધાં જ ઑપરેશન્‍સને ટર્મિનલ ૨થી ઑપરેટ કરવામાં આવશે.

(10:16 AM IST)