News of Wednesday, 22nd April 2026
ભારતના ૩૦% ટીનેજર્સ પોકેટ મની બચાવે છે, ૭૦% આવકનાસ્ત્રોત શોધે છે
જેન આલ્ફા જનરેશનના નાણા સંબંધી વલણો પર પ્રકાશ પાડતો અહેવાલજારી : આ જનરેશનના ૭૦ ટકા લોકો સ્માર્ટફોન ધરાવે છે, સ્માર્ટ વલણો ધરાવે છે

નવી દિલ્હી,તા.૨૨: એક કંપનીએ સર્વેક્ષણ કરીને જારી કરેલા અહેવાલ મુજબ ભારતના પ્રત્યેક ૧૦ કિશોર-કિશોરી પૈકી ૭ નાણા કમાવાના રસ્તા શોધે છે.
એક તૃતીયાંશ જેટલા કિશોર-કિશોરીઓ પોકેટ મનીની બચત કરે છે. આ બાબત સુચવે છે કે કિશોર-કિશોરીઓમાં અંગત નાણા ઊભા કરવા તરફની પ્રતિબદ્ધતા વહેલી જ આકાર લઇ રહી છે. જૂની પેઢી કરતાં આ નવી પેઢી ડિજિટલ અને નાણાકીય રીતે વધુ જાગૃત છે. વેન્ચર કેપિટલ કંપની રૂકમ કેપિટલ દ્વારા ૧૬ વર્ષની વયે પહોંચેલી નવી પેઢી નાણા વિષે શું વિચારે છે તે મુદ્દે જેન આલ્ફા ડિકોડેડ : ધ કન્ઝ્યુમર-બાન્ડ
ડાયનેમિક' નામે અહેવાલ જારી કરવામાં આવ્યો છે. માતાપિતાના વ્યવહાર અને પોતાની જિજ્ઞાસાઓ આધારે આ નવી પેઢીના નાણાકીય વલણો નવો આકાર લઈ રહ્યા છે.
સર્વેક્ષણ દરમિયાન ધ્યાને આવ્યું છે કે ૩૧ ટકા જેટલા કિશોરકિશોરી તેમના પોકેટ મનીની બચત કરતા થયા છે. તે પૈકી ૨૫ ટકા ખર્ચ કરતાં પહેલાં તેમના માતાપિતાને પુછતા હોય છે. ૧૭ ટકા તેમના આવેગોને વશ થઇ ઝડપી ખર્ચ કરી દેતા હોય છે. ૧૪ ટકા ગેમ્સ અને સબસ્ક્રીપ્શન જેવી ડિજિટલ આઈટમ પાછળ તેમની બચત ખર્ચ કરતા હોય છે. આ બાળકો પૌઢોની જેમ સંતુલન કરીને ખર્ચ કરતાં શીખી ગઇ છે. ભારતની
આ જેન આલ્ફા પેઢી પૈકીના ૭૦ ટકા કિશોર કિશોરી નાણા કમાવામાં પણ ખાસ રૂચિ ધરાવતા હોય છે.કોરસ, સર્જનશીલ કામગીરી કે ડિજિટલ પ્રવૃત્તિની મદદથી નાણા કમાવામાં આ પેડી રૂચિ ધરાવે છે. અર્થાત નિષ્ક્રીય ખર્ચકર્તા મટી જઈને આ પેઢી નાણાકીય નિર્ણયોમાં સક્રીય ભાગીદારી નોંધાવતી થઇ છે.
ભૂતકાળની પેઢીની તુલનામાં જેન આલ્ફા પેઢી ઉચ્ચ ડિજિટલ અને માહિતીથી ભરપુર વાતાવરણમાં ઉછરી રહી છે. આ પેઢીના ૭૦ ટકા લોકો સ્માર્ટફોન ધરાવે છે. કન્ટેન્ટ, પ્રોડક્ટ સહિતની માહિતી તેમને સુલભ હોય છે. તે બાબતો તેમના આર્થિક વલણોને આકાર આપી રહી છે.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
