News of Tuesday, 27th October 2026
ઈન્સ્ટાગ્રામમાંથી છોકરીએ કુર્તી ખરીદી, પછી જાળમાં એવી ફસાઈ કે લોકોના ૩૦ કરોડ ડૂબી ગયા
આ કોઈ નાનો મોટો ફ્રોડ નહીં પણ ૩૦ કરોડથી વધારેના આ મહા કૌભાંડના કાળા કારનામા હતા, જેણે દેશની સુરક્ષા એજન્સીઓ અને સાઈબર સેલની ઊંઘ હરામ કરી નાખી હતી

નવી દિલ્હી તા.૨૭: દિલ્હી યુનિવર્સિટીની છાત્રા સાથે ઓનલાઈન છેતરપીંડીનો એક એવો ખતરનાક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. ઈન્સ્ટાગ્રામ પર ખાલી ૬૪૫૦ રુપિયાની છેતરપીંડીથી શરુ થયેલી આ સામાન્ય ફરિયાદ આગળ વધી તો પોલીસના પણ હોશ ઉડી ગયા. આ કોઈ નાનો મોટો ફ્રોડ નહીં પણ ૩૦ કરોડથી વધારેના આ મહા કૌભાંડના કાળા કારનામા હતા, જેણે દેશની સુરક્ષા એજન્સીઓ અને સાઈબર સેલની ઊંઘ હરામ કરી નાખી હતી.
નકલી કંપનીઓની જાળ, ધડાધડ ખોલવામાં આવતા નકલી બેન્ક અકાઉન્ટ અને ચાલાકીથી આ આખી સિન્ડિકેટ હવે દિલ્હી પોલીસની પકડમાં આવી ગઈ છે. આખરે કેવી રીતે આ ખેલને અંજામ આપવામાં આવતો હતો, આવો જાણીએ આ ચોંકાવનારા સાયબર મહા-જાળની આખી ઈનસાઈડ સ્ટોરી વિશે...
ઈન્સ્ટાગ્રામ એડથી શરુ થયો છેતરપીંડીનો ખેલ દિલ્હી યુનિવર્સિટીના રામજસ કોલેજમાં ભણતી ફાતિમા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની રહેવાસી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર ‘ર્ધ્ીરુર્ક્કીંત્ત્યશ્વદ્દશંત્ર્યણુ' નામનું અકાઉન્ટ જોયું હતું. અહીં કુર્તીની એડ જોઈ વોટ્સએપ પર સંપર્ક કર્યો અને ૭૯૯ રુપિયાનો ઓર્ડર કર્યો. શરુઆતમાં તેને ક્યૂઆર કોડ દ્વારા ૪૦૦ જમા કરાવ્યા. ત્યાર બાદ પાર્સલ ડિલીવરીના નામ પર કોલ આવ્યો. તેને પાસકોડ જનરેટ કરવાના બહાને અલગ અલગ ચુકવણી કરાવી. રિફંડેબલ ચાર્જના નામ પર પણ પૈસા માગ્યા. આવી રીતે છાત્રાએ ચાર અલગ અલગ લેવડદેવડમાં ૧૧૫૦,૨૦૦૦,૨૬૫૦ અને ૬૫૦ રુપિયા મોકલ્યા. કલ નુકસાન ૬૪૫૦ રુપિયાનું થયું.
૨૦૦ મોબાઈલ નંબરો અને ડિજિટલ રેકોર્ડથી ખુલાસો છાત્રાની ફરિયાદ નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટિગ પોર્ટલ પર નોંધાવી. ત્યાર બાદ ૪ સપ્ટેમ્બરના રોજ ઉત્તરી જિલ્લાના સાઈબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તપાસ દરમ્યાન પોલીસે લગભગ ૨૦૦ મોબાઈલ નંબર, આઈએમઈઆઈ નંબરો, બેન્ક લેવડદેવડ અને ડિજિટલ રેકોર્ડ ખંગાળ્યા. પોલીસે ફિલપકાર્ટ, ઝોમેટો અને બ્લૂ ડાર્ટ જેવી સેવાઓથી મળેલા ઓર્ડર પર ખંગાળ્યા. તપાસમાં છેતરપીંડીની રકમ પાઈન લેબ્સ મર્ચેંન્ટ દ્વારા ગ્રેટર નોઈડાની એક કંપની સાથે જોડાયેલા કેનેરા બેન્કના ખાતા સુધી પહોંચી.
ગ્રેટર નોઈડા અને કાનપુરમાંથી સાત આરોપીઓની ધરપકડ પોલીસે ૧૬ ઓક્ટોબરે ગ્રેટર નોઈડામાં દરોડા પાડીને આદિત્ય મિશ્રા, આયુષ વર્મા, અભિષેક પાલ, હિમાંશુ રાણા, રાહુલ કુમાર અને ગૌરવ પાંડેની ધરપકડ કરી હતી. જ્યારે સાતમા આરોપી ઉદિત પ્રતાપ સિહ ભદૌરિયાને ૨૧ ઑક્ટોબરે કાનપુરમાંથી પકડવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી આ નેટવર્ક સાથે અલગ-અલગ રાજ્યોમાં સાયબર છેતરપિડીની ૨૭ ફરિયાદો જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે આશરે ૨૫ બેંક ખાતાં કથિત રીતે નકલી કંપનીઓ અને વ્યક્તિઓના નામે ખોલવામાં આવ્યાં હતાં. આ ખાતાં અન્ય સાયબર ઠગોને માસિક ચુકવણી અને કમિશનના બદલામાં ઉપલબ્ધ કરાવવામાં આવતાં હતાં. પ્ગ્ખ્ સ્નાતક ગૌરવ પાંડે પર આ ખાતાં ઉપલબ્ધ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવાનો આરોપ છે.
મોબાઇલ, સિમ કાર્ડ અને POS મશીનો જપ્ત પોલીસે આરોપીઓ પાસેથી ૨૦ મોબાઇલ ફોન, ૪૫ સિમ કાર્ડ, ૩૯ POS મશીનો, ૩૩ ડેબિટ કાર્ડ અને ૨૮ ચેકબુક જપ્ત કરી છે. આ ઉપરાંત, ૧૫ સ્કેનર, બે લેપટોપ, પાંચ મહોરો, સાત આધાર કાર્ડ, પાંચ પાન કાર્ડ અને બેંક સંબંધિત ૨૧ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.
હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે. સાથે જ આ ગેંગનાં અન્ય સાયબર ગુનાઓ સાથે સંભવિત જોડાણોની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે આ નેટવર્કની કામગીરી અને તેમાં સામેલ અન્ય લોકો અંગે વધુ વિગતો સામે આવી શકે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
