<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

કોરોનાથી બચવા અને ૧૫,૦૦૦ રૂપિયાની લાલચમાં ૩ મહિલાઓએ માથું મૂંડાવી નાખ્‍યું

નકલી તહેસીલદાર બની ઠગે કોરોનાથી બચવા અને સરકારી સહાયના નામે મહિલાઓને માથું મૂંડાવવા ભ્રમિત કરી : ત્રણ મહિલાઓ વાળ મૂંડાવ્‍યા બાદ છેતરપિંડીનો ભોગ બની હોવાનું સામે આવ્‍યું

સાલેમ,તા.૫: તામિલનાડુના સાલેમ જિલ્‍લાના પુથુકોથમપાડી ગામમાં એક ફોન-કોલે ગામની મહિલાઓમાં ફફડાટ ફેલાવી દીધો. ફોનમાં એક માણસે પોતે તહેસીલદાર બોલું છું એમ કહીને સરકારની નવી સ્‍કીમ અને ચેતવણી આપીને લોકોને ગભરાવી મૂક્‍યા હતા. પલાનીઅમ્‍મલ નામના આ તહેસીલદારે જે ઘરે ફોન કર્યો હતો તેમનું નામ અને પરિવારજનોનાં નામ જણાવીને કહ્યું હતું કે આ બધું તેમના સરકારી ડેટામાં મોજૂદ છે. સરકારી ઑફિસર બનીને તેણે કહ્યું હતું કે ‘કોરોના બહુ ઝડપથી દક્ષિણનાં રાજ્‍યોમાં ફેલાઈ રહ્યો છે. જે લોકો માથું મૂંડાવી નાખશે તેમને આ ચેપથી સુરક્ષા મળી જશે એટલું જ નહીં, જો મહિલાઓ માથું મૂંડાવી દેશે તો ૧૫,૦૦૦ રૂપિયા, પુરુષોને મુંડન પર ૬૦૦૦ રૂપિયા અને ગર્લ સ્‍ટુડન્‍ટ્‍સ મુંડન કરાવશે તો ૪૫,૦૦૦ રૂપિયા સરકાર તરફથી મળશે.'

આ વાત ફેલાતાં જ ગામની કેટલીક બહેનો ભેગી થઈ. તેમને થયું કે કોરોનાથી બચવા મળતું હોય અને વળી રૂપિયા પણ મળતા હોય તો આપણે જ પહેલ કરીને સરકારને મદદ કેમ ન કરીએ? કાવેરી, રામાયી અને ચિત્રા નામની ત્રણ મહિલાઓએ પોતાના વાળ મૂંડાવી દીધા અને જે નંબર પરથી તેમને ફોન આવ્‍યો હતો એ તહેસીલદારને ફોન લગાવ્‍યો. જોકે એ ફોન બંધ આવતો હતો એટલે તેમણે તહેસીલદારની ઑફિસમાં જઈને સંપર્ક કર્યો તો ખબર પડી કે પલાનીઅમ્‍મલ નામનો કોઈ માણસ એ ઑફિસમાં કામ નથી કરતો. આ કોઈ ઠગ હતો.

(10:20 AM IST)