તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
કોલકાતામાં એકસાથે ૩ અદ્યતન યુદ્ધ જહાજો સમુદ્રમાં ઉતરશે!
સમુદ્રમાં બનશે ભારતનું અભેદ્ય સુરક્ષા કવચ; INS દુનાગિરી, INS અગ્રે અને INS સંશોધકથી પાકિસ્તાન-ચીનના છક્કા છૂટી જશે : ભારતીય નૌકાદળ રચશે નવો ઇતિહાસ

નવી દિલ્હી, તા.૧૮: દેશની દરિયાઈ તાકાતને ચરમસીમાએ પહોંચાડવા માટે ભારતીય નૌકાદળ આ અઠવાડિયે એક સુવર્ણ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. કોલકાતામાં એક જ સાથે ત્રણ અત્યાધુનિક યુદ્ધ જહાજો INS દુનાગિરી, INS અગ્રે અને INS સંશોધકને નૌકાદળમાં સામેલ (કમિશન) કરવામાં આવશે. નૌકાદળના ઇતિહાસમાં આ બીજી એવી ઘટના છે જ્યારે ત્રણ મોટા જહાજો એકસાથે કાર્યરત થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ મંત્રીઓની હાજરીમાં યોજાનારા આ કાર્યક્રમથી હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો બમણો થઈ જશે.
ભારતીય નૌકાદળ દેશની દરિયાઈ સરહદોને લોખંડી બનાવવા માટે એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઈ રહ્યું છે. પヘમિ બંગાળના કોલકાતામાં આ અઠવાડિયે દેશના સંરક્ષણ ઇતિહાસનો એક મોટો અધ્યાય લખાશે, જ્યાં ત્રણ અત્યંત ઘાતક અને આધુનિક યુદ્ધ જહાજો એકસાથે સમુદ્રમાં પ્રવેશ કરશે. આ ત્રણેય જહાજો અલગ-અલગ ભૂમિકાઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યા છે અને જ્યારે તેઓ સમુદ્રમાં સાથે પેટ્રોલિંગ કરશે, ત્યારે દુશ્મન દેશો માટે ભારતની દરિયાઈ સરહદમાં ડોકિયું કરવું પણ અશકય બની જશે.
ભારતીય નૌકાદળના ઇતિહાસમાં આ બીજી વખત બની રહ્યું છે જ્યારે ત્રણ શક્તિશાળી જહાજો એકસાથે સેનાનો હિસ્સો બનશે. આ પહેલા ગયા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં આવો જ એક ઐતિહાસિક સંયોગ સર્જાયો હતો.
૧. INS દુનાગિરી, સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ (દુશ્મન જહાજોનો કાળ) આ યુદ્ધ જહાજ નૌકાદળના સૌથી ઘાતક હથિયારોમાંનું એક છે. આ એક સ્ટીલ્થ જહાજ છે, જેનો અર્થ એ થાય છે કે તેની ખાસ ડિઝાઇનને કારણે તે દુશ્મનના રડાર પકડી શકતા નથી.
બ્રહ્મોસથી સજ્જ, તે ભારતની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ અને અદ્યતન ટોર્પિડોથી સજ્જ છે. અવાજ કરતાં ત્રણ ગણી ઝડપે પ્રહાર કરતી બ્રહ્મોસને રોકવી કોઈપણ એર ડિફેન્સ માટે અશકય છે. હવાઈ સુરક્ષાઃ ફાઇટર પ્લેન કે હવામાંથી આવતી મિસાઇલોને તોડી પાડવા માટે તેમાં સરફેસ-ટુ-એર મિસાઇલ અને ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ ફીટ કરાઈ છે.
CODOG ટેકનોલોજીઃ આ જહાજ ગેસ અને ડીઝલ બંને એન્જિન પર ચાલે છે. સામાન્ય દિવસોમાં તે ડીઝલ પર ચાલે છે, પરંતુ કટોકટીના સમયે તેના શક્તિશાળી ગેસ ટર્બાઇન સેકન્ડોમાં તેની ઝડપ અત્યંત વધારી દે છે.
૨. INS અગ્રેઃ એન્ટિ-સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (પાણીની અંદરનો સાયલન્ટ કિલર) ચીનની મદદથી પાકિસ્તાન તેની હેંગોર-ક્લાસ સબમરીન વધારી રહ્યું છે, જે ભારતના દરિયાકાંઠાના છીછરા પાણીમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. INS અગ્રે ખાસ કરીને આવા દુશ્મનોનો શિકાર કરવા માટે બન્યું છે.
અદ્યતન સોનાર સિસ્ટમઃ સમુદ્રનું પાણી ગમે તેટલું તોફાની કે ધૂંધળું હોય, આ જહાજ દુશ્મનની સબમરીનનો સહેજ પણ અવાજ તરત જ પકડી પાડે છે.
ઘાતક શષાોઃ તે સ્વદેશી એન્ટિ-સબમરીન રોકેટ લોન્ચર્સ અને ચોક્કસ નિશાન લગાવતા અંડરવોટર ટોર્પિડોથી સજ્જ છે.
૩. INS સંશોધકઃ હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ (સમુદ્રની ત્રીજી આંખ) આ જહાજ સીધું મિસાઇલ ફાયર નથી કરતું, પરંતુ યુદ્ધના સમયે તેની ભૂમિકા સૌથી મહત્વની સાબિત થાય છે. તે સમુદ્રની નીચેની દુનિયાનો આખો ગુગલ મેપ તૈયાર કરે છે.
હાઇ-ટેક ડ્રોન્સઃ આ જહાજ ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ્સ અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ્સ જેવા અંડરવોટર રોબોટિક ડ્રોનથી સજ્જ છે, જે સમુદ્રના તળિયાનું હાઇ-રિઝોલ્યુશન મેપિંગ કરે છે.
સર્જિકલ સ્ટ્રાઇકમાં મદદરૂપઃ આ જહાજ દ્વારા તૈયાર કરાયેલા સચોટ નકશાઓની મદદથી ભારતના અન્ય યુદ્ધ જહાજો અને સબમરીનો પોતાનું લોકેશન લીક કર્યા વગર દુશ્મનના વિસ્તારમાં ઘૂસીને સચોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી શકે છે.
નૌકાદળના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય જહાજો એક શક્તિશાળી ત્રિપુટી તરીકે કામ કરશે. ત્ફલ્ દુનાગિરી સમુદ્રની સપાટી અને આકાશ પર નજર રાખશે, ત્ફલ્ અગ્રે પાણીની અંદર છુપાયેલી સબમરીનનો ખાતમો કરશે, અને ત્ફલ્ સંશોધક આ બંને જહાજોને આગળ વધવા માટેનો સૌથી સુરક્ષિત માર્ગ બતાવશે. આ ત્રણેયના જોડાણથી હિંદ મહાસાગર અને ભારતીય સરહદોની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે અભેદ્ય બની જશે, જે વૈશ્વિક સ્તરે ભારતની સૈન્ય શક્તિનો મોટો પરિચય આપશે.
(3:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
