News of Tuesday, 3rd November 2026
૨૯૬૦ ગ્રામની થાઇરોઇડ ગ્રંથિ સર્જરી કરીને કાઢી
ડોક્ટરોએ એક મહિલાના ગળામાંથી લગભગ ૩ કિલો વજનની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી

ભોપાલ,તા.૦૩: મધ્ય પ્રદેશના ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડોક્ટરોએ એક મહિલાના ગળામાંથી લગભગ ૩ કિલો વજનની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ૪૫ વર્ષની આ મહિલાને થાઇરોઇડ ગ્રંથિમાં ગાંઠ થઈ હતી. છેલ્લાં પચીસ વર્ષથી તેની ગાંઠ ધીમે-ધીમે વધી રહી હતી. આખરે જ્યારે ગળામાં વજનવાળી ગ્રંથિને કારણે તેનું રોજિદું જીવન ખોરવાઈ ગયું અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થવા લાગી ત્યારે મહિલા ડોક્ટર પાસે આવી હતી. ડોક્ટરોએ આખી થાઇરોઇડ ગ્રંથિ જ કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો. રીમૂવ કર્યા પછી આખી ગ્રંથિનું વજન હતું ૨.૯૬ કિલો. આ સર્જરીમાં ડોક્ટરોએ માત્ર ગ્રંથિ જ કાઢી હતી, એની સાથે સંકળાયેલી સ્વરપેટીને બચાવી લીધી હતી. એને કારણે તેનો અવાજ પણ જળવાઈ રહેશે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
